ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે ગિલ-સ્ટોક્સ થયા નોમિનેટ
ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શુભમન ગિલને જુલાઈ મહિના માટે ICC પ્લેયર ઑફ ધ મંથ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં તેમના શાનદાર પ્રદર્શનને કારણે આ સન્માન મળ્યું છે. તેમની સાથે, ઇંગ્લેન્ડના કેપ્ટન અને ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ અને દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર વિઆન મુલ્ડર પણ આ રેસમાં સામેલ છે. જોકે, આશ્ચર્યજનક રીતે, ટેસ્ટ શ્રેણીમાં સારું પ્રદર્શન કરનાર મોહમ્મદ સિરાજનું નામ આ યાદીમાં શામેલ નથી.
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 754 રન બનાવનાર ભારતના ઓપનર શુભમન ગિલને જુલાઈ મહિના માટે ICC પ્લેયર ઑફ ધ મંથ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. આ એવોર્ડ માટે અન્ય દાવેદારોમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ અને દક્ષિણ આફ્રિકાના વિઆન મુલ્ડરનો સમાવેશ થાય છે. ગિલે તેની બેવડી સદી અને એક સદી સાથે કુલ 430 રન બનાવીને ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી બનવાનો રેકોર્ડ તોડ્યો છે. બીજી તરફ, બેન સ્ટોક્સે બેટિંગ અને બોલિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, જ્યારે વિઆન મુલ્ડરે કેપ્ટન તરીકે બેવડી સદી ફટકારી છે. શુભમન ગિલનું તાજેતરનું પ્રદર્શન અસાધારણ રહ્યું છે.
ઇંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં, તેણે 75.40 ની સરેરાશથી કુલ 754 રન બનાવ્યા, જેમાં 4 સદીઓનો સમાવેશ થાય છે. ICC એ પણ તેના પ્રદર્શનની પ્રશંસા કરતા લખ્યું છે કે, ગિલે જુલાઈ મહિનામાં જ 3 ટેસ્ટ મેચમાં 94.50 ની સરેરાશથી 567 રન બનાવ્યા. એજબેસ્ટનમાં ભારતની રેકોર્ડ જીતમાં તેણે પહેલી ઇનિંગ્સમાં 269 અને બીજી ઇનિંગ્સમાં 161 રન બનાવ્યા હતા. આ સાથે, તે એક જ ટેસ્ટમાં સૌથી વધુ રન (430) બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે, જે ગ્રેહામ ગુચના 456 રન પછીનો બીજો સૌથી મોટો સ્કોર છે.