For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગૌતમ ગંભીરને મળી જાનથી મારી નાખવાની ધમકી, ટીમ ઈન્ડિયાના હેડ કોચે નોંધાવી FIR

10:33 AM Apr 24, 2025 IST | Bhumika
ગૌતમ ગંભીરને મળી જાનથી મારી નાખવાની ધમકી  ટીમ ઈન્ડિયાના હેડ કોચે નોંધાવી fir

Advertisement

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેને આ ધમકી ISIS કાશ્મીર તરફથી મળી છે. આવી ધમકીઓ મળ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચે દિલ્હી પોલીસ પાસેથી સુરક્ષાની માંગ કરી છે.

આતંકવાદી જૂથ ISIS કાશ્મીર તરફથી ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ, તેણે બુધવારે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો અને FIR નોંધાવી અને તેના પરિવાર માટે સુરક્ષાની માંગ કરી. તમને જણાવી દઈએ કે ભૂતપૂર્વ ભારતીય ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીર (Gautam Gambhir) હાલમાં ભારતીય ટીમનો હેડ કોચ છે. 2024ના T20 વર્લ્ડ કપ પછી તેને ભારતીય ટીમના હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. અગાઉ તે IPL ફ્રેન્ચાઈઝી KKR સાથે સંકળાયેલો હતો.

Advertisement

ગૌતમ ગંભીર હાલના દિવસોમાં IPLને કારણે ટીમ ઈન્ડિયાથી બ્રેક પર છે. તાજેતરમાં જ તે પોતાના પરિવાર સાથે યુરોપના પ્રવાસે પણ ગયો હતો. પરંતુ પહેલગામ હુમલાના એક દિવસ પછી જ તેમને મળેલી જાનથી મારી નાખવાની ધમકીએ બધાને હચમચાવી દીધા છે.

આઈપીએલ પછી ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે. તે પ્રવાસથી ગૌતમ ગંભીર ફરીથી પોતાની જવાબદારીઓ નિભાવતા જોવા મળશે. IPL 2025 ની શરૂઆત પહેલા, ટીમ ઈન્ડિયાએ ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. જોકે, ટીમ ઈન્ડિયા WTC ફાઇનલ માટે ક્વોલિફાય થવાથી ચૂકી ગઈ.

Advertisement
Tags :
Advertisement
Advertisement