For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ICC મેન્સ ક્રિકેટ કમિટિના અધ્યક્ષપદે પુન: ગાંગુલી

10:58 AM Apr 14, 2025 IST | Bhumika
icc મેન્સ ક્રિકેટ કમિટિના અધ્યક્ષપદે પુન  ગાંગુલી

Advertisement

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC ) મા મોટી જવાબદારી મળી છે. ગાંગુલીને ICC મેન્સ ક્રિકેટ કમિટીના અધ્યક્ષ તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે. ICC એ રવિવારે (13 એપ્રિલ) આની જાહેરાત કરી હતી. ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન ટટજ લક્ષ્મણને પણ ICC મા મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. VVS લક્ષ્મણને ICC મેન્સ ક્રિકેટ કમિટીના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સમિતિમાં ગાંગુલી-લક્ષ્મણ ઉપરાંત હામિદ હસન, ડેસમંડ હેન્સ, ટેમ્બા બાવુમા અને જોનાથન ટ્રોટનો સમાવેશ થાય છે. ICC ચીફ એક્ઝિક્યુટિવ કમિટીની ભલામણોને પગલે આ નિમણૂકોને મંજૂરી આપવામાં આવી હતી. ગાંગુલી અને લક્ષ્મણ પણ અગાઉ ICC મા આ જવાબદારી નિભાવી ચૂક્યા છે. તેની વાપસી એવા સમયે થઈ છે જ્યારે વૈશ્વિક ક્રિકેટ પડકારો અને તકો બંનેનો સામનો કરી રહ્યું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement