For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇંગ્લેન્ડ શ્રેણીમાં સ્થાન ન મળતા ગાયકવાડ કાઉન્ટી ટીમમાં રમશે

10:52 AM Jun 11, 2025 IST | Bhumika
ઇંગ્લેન્ડ શ્રેણીમાં સ્થાન ન મળતા ગાયકવાડ કાઉન્ટી ટીમમાં રમશે

તેંડુલકર, પૂજારા, યુવરાજ પણ યોર્કશાયર ટીમ માટે રમી ચુકયા છે

Advertisement

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂૂ થઈ રહી છે. આ શ્રેણી પહેલા, ભારતીય અ ટીમ અને ઇંગ્લેન્ડ લાયન્સ ટીમ વચ્ચે 2 ટેસ્ટ મેચની 4 દિવસની શ્રેણી રમાઈ હતી. રુતુરાજ ગાયકવાડને આ શ્રેણીનો ભાગ બનાવવામાં આવ્યો હતો. જોકે, તેને અભિમન્યુ ઈશ્વરનની આગેવાની હેઠળની ભારતીય અ ટીમમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નહોતું. હવે ગાયકવાડે વિદેશી ટીમ માટે રમવાનું નક્કી કર્યું છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં ગાયકવાડને તક મળી નથી. તે આ દિવસોમાં ઇંગ્લેન્ડમાં છે. આવી સ્થિતિમાં, તેણે કાઉન્ટી ટીમ યોર્કશાયર માટે રમવાનું નક્કી કર્યું છે. તે આ ટીમ સાથે ઓડીઆઇ કપ પણ રમશે. ભારતના ઘણા ખેલાડીઓ છે જેમણે ઇંગ્લેન્ડમાં યોજાનારી કાઉન્ટી ક્રિકેટમાં ભાગ લીધો છે. સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, ચેતેશ્વર પૂજારા પણ યોર્કશાયર ટીમ માટે રમી ચૂક્યા છે. હવે ગાયકવાડ પણ આ ટીમનો ભાગ છે. આ ટીમ દ્વારા શાનદાર પ્રદર્શન કરીને તે ભારતીય ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન બનાવવા માંગશે. ગાયકવાડ આઇપીએલ2025ના શરૂૂઆતના તબક્કામાં ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણે તે આખી સીઝન સીએસકે માટે રમી શક્યો નહોતો. તેની ગેરહાજરીમાં, એમ.એસ. ધોનીએ સીએસકેની કમાન સંભાળી. જોકે, ગાયકવાડ હવે સંપૂર્ણપણે ફિટ છે અને ઇંગ્લેન્ડમાં પોતાનો જલવો દેખાડવા માટે તૈયાર છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement