For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારત-ન્યૂઝીલેન્ડ મેચમાં દર્શકોને ફ્રી ઈફ્તાર બોક્સ આપવામાં આવશે

10:40 AM Feb 28, 2025 IST | Bhumika
ભારત ન્યૂઝીલેન્ડ મેચમાં દર્શકોને ફ્રી ઈફ્તાર બોક્સ આપવામાં આવશે

રમઝાનને અનુલક્ષીને અમીરાત ક્રિકેટ બોર્ડનો નિર્ણય

Advertisement

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની 12મી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈમાં રમાશે. આ મેચને લઈને એક સારા સમાચાર છે. ભારત-ન્યુઝીલેન્ડ મેચ દરમિયાન દર્શકોને મફતમાં ઇફ્તાર બોક્સ આપવામાં આવશે. રમઝાન મહિનો શનિવારથી શરૂૂ થઈ રહ્યો છે. આ મહિનામાં ઉપવાસ રાખવામાં આવે છે. રમઝાનને ધ્યાનમાં રાખીને અમીરાત ક્રિકેટ બોર્ડે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

UAE ક્રિકેટ બોર્ડે X પર એક પોસ્ટ શેર કરી છે. આ દ્વારા કહેવામાં આવ્યું છે કે દુબઈમાં યોજાનારી મેચો દરમિયાન ચાહકોને મફતમાં ઇફ્તાર બોક્સ આપવામાં આવશે. બોર્ડે પોસ્ટમાં લખ્યું છે કે, રમઝાનનો પવિત્ર મહિનો આ સપ્તાહના અંતે 2 માર્ચ, રવિવારના રોજ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ-ભારત ગ્રુપ અ મેચ સાથે શરૂૂ થશે. આ પ્રસંગે સ્ટેડિયમમાં ઉપવાસ રાખનારા દર્શકોને ઇફ્તાર બોક્સ આપવામાં આવશે.

Advertisement

ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. આ બંને ટીમો રવિવારે દુબઈમાં પોતાનો છેલ્લો ગ્રુપ મેચ રમશે. ભારતે પોતાની પહેલી મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. આ પછી અમે પાકિસ્તાનને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ટુર્નામેન્ટનો પહેલો સેમિફાઇનલ 4 માર્ચે અને બીજો 5 માર્ચે રમાશે. આ પછી ફાઇનલ મેચ 9 માર્ચે રમાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement