પૂર્વ ક્રિકેટર નમન ઓઝાના પિતાને 7 વર્ષની સજા, 7 લાખનો દંડ
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને વિકેટકીપર બેટ્સમેન નમન ઓઝાના પિતા વિનય ઓઝા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિનય ઓઝાને કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી છે અને 7 લાખ રૂૂપિયાનો દંડ ફટકાર્યો છે. બેન્ક ઓફ મહારાષ્ટ્રના જોલખેડા બ્રાન્ચમાં 2013માં થયેલા સવા કરોડના ગોટાળામાં 11 વર્ષ પછી કોર્ટે ચુકાદો આપ્યો છે.
નમન ઓઝાના પિતા વિનય ઓઝાએ વર્ષ 2022માં જ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2013માં બેન્ક ઓફ મહારાષ્ટ્ર બ્રાન્ચ જોલખેડામાં બેન્ક મેનેજર અભિષેક રત્નમ, વિનય ઓઝા સહિત અન્યએ મળીને બનાવટી નામ અને ફોટાના આધારે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવીને બેન્ક રકમ ઉપાડી હતી.
ત્યારે આશરે સવા કરોડ રૂૂપિયાની રકમ ઉપાડવામાં આવી હતી. આ મામલે માસ્ટરમાઇન્ડ અભિષેક રત્નમ હતો. જેણે બેન્ક અધિકારીઓના પાસવર્ડનો દુરુપયોગ કરી બનાવટી ખાતાના માધ્યમથી ગોટાળાને અંજામ આપ્યો હતો. હવે કોર્ટ વિનય ઓઝા સિવાય અભિષેક રત્નમને 10 વર્ષની જેલ અને 80 લાખ રૂૂપિયાનો દંડ ફટકાર્યો છે. ધનરાજ પવાર અને લખન હિંગવેને પણ 7-7 વર્ષની જેલની સજા સંભળાવી 7-7 લાખ રૂૂપિયાનો દંડ ફટકાર્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓએ બેન્ક અધિકારીની આઈડી અને પાસવર્ડનો ઉપયોગ બનાવટી ખાતાના માધ્યમથી રકમનો ગોટાળો કર્યો.