ફિટનેસ ફર્સ્ટ, સરફરાઝખાને બે માસમાં 17 કિલો વજન ઘટાડ્યું
ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફોટા શેર કર્યા
ભારતીય ક્રિકેટર સરફરાઝ ખાન છેલ્લા ઘણાં સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તેમ છતાં, તેણે હાર ન માની અને પોતાની ફિટનેસ પર ખૂબ જ મહેનત શરૂૂ કરી. હવે સરફરાઝ ખાને માત્ર બે મહિનાની અંદર 17 કિલો વજન ઘટાડીને ચમત્કારિક પરિવર્તન કર્યું છે. તેનું નવું લુક હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. સરફરાઝ ખાને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જીમમાંથી ફોટા શેર કર્યા હતા, જેમાં તે એકદમ તંદુરસ્ત અને ફિટ લાગી રહ્યો છે. ફોટાની સાથે સરફરાઝે લખ્યું હતું કે તેણે 17 કિલો વજન ઓછું કર્યું છે.
તેની આ યાત્રા સ્પષ્ટ કરે છે કે તે પોતાની ફિટનેસથી પસંદગીકારોને પ્રભાવિત કરવા માંગે છે. ટીમ ઈન્ડિયામાં પસંદગી માટે ફિટનેસ મહત્વપૂર્ણ માપદંડ બની ગયો છે. સરફરાઝે પોતાની ક્ષમતા ઘણીવાર સાબિત કરી છે, પણ ફિટનેસના કારણે તે ટીમમાં સ્થાન નથી મેળવી શક્યો. સરફરાઝનું આ પરિવર્તન ઘણાં યુવાન ખેલાડીઓ માટે પ્રેરણાદાયક બની શકે છે કે હવે જોવું રહ્યું કે BCCI અને પસંદગીકારો તેની નવી સિદ્ધિને કેવી રીતે લે છે.