For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આવતીકાલથી ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે અમદાવાદમાં પ્રથમ ટેસ્ટ મેચ

11:00 AM Oct 01, 2025 IST | Bhumika
આવતીકાલથી ભારત વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે અમદાવાદમાં પ્રથમ ટેસ્ટ મેચ

શુભમન ગીલ પ્રથમ વખત ભારતની ધરતી પર સુકાની પદ નિભાવશે: ટીમમાં કે.એલ રાહુલ, યશસ્વી જયસ્વાલનુ પુનરાગમન

Advertisement

આવતીકાલથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે ભારત-વેસ્ટ ઇંડિઝ વચ્ચે બે ટેસ્ટની સીરીઝનો પ્રથમ ટેસ્ટ મેચ શરુ થઇ રહયો છે છેલ્લે બન્ને ટીમો ટેસ્ટમા ટકરાઇ હતી ત્યારે ભારતે બન્ને ટેસ્ટ આસાનીથી જીતી લીધા હતા.

સ્વાભાવીક રીતે જ આ ટેસ્ટમા ભારતની મુળભુત ટીમ રમતી જોવા મળશે . શુભમન ગીલ ટીમના સુકાની તરીકે પ્રથમ વખત ભારતની ધરતી પર જોવા મળશે . ઇંગ્લેંડમા શ્રેણી 2-2 થી સરભર કર્યા બાદ ગીલના સુકાની તરીકે વખાણ થયા હતા હવે ભારતી ધરતી પર સુકાની તરીકે આ પ્રથમ ટેસ્ટ શ્રેણી હશે. ટીમમા કે.એલ રાહુલ અને યશસ્વી જયસ્વાલનુ પણ આગમન થશે. આ બન્ને ઓપનરોએ ઇંગ્લેંડની ધરતી પર શાનદાર બેટીંગનો પરચો દેખાડયો હતો. જો કે ટીમની વાત કરીએ તો સાઇ સુદર્શનને એક વધુ તક મળી શકે છે અને તે ત્રીજા નંબર પર આવી શકે છે. ચોથા નંબરે ગીલ જયારે પાંચમા નંબર દેવેન્દ્ર પડીકલ અથવા રવિન્દ્ર જાડેજાને તક મળી શકે છે.

Advertisement

રીષભ પંત હજુ ઇજાગ્રસ્ત હોવાથી વિકેટ કીપર તરીકે ધૃવ જુરેલ ટીમમા સામેલ થશે. જયારે બોલીંગ ક્ષેત્રે વોશીંગ્ટન સુંદર , રવિન્દ્ર જાડેજા, જસપીત બુમરા અને મોહમ્મદ સીરાઝ નકકી છે. વેસ્ટ ઇન્ડીઝની વાત કરીએ તો રોસ્ટન ચેઇઝ સુકાની છે જયારે જોનેલ વોરીકન ઉપ કેપ્ટન છે.

ટીમમા નવોદીત અથવા બીન અનુભવી ખેલાડીઓ ઘણા છે પરંતુ સાઇ હોપ, જહોન કેમ્પબેલ બ્રેન્ડન કીંગ જેવા અનુભવી ક્રિકેટરો પણ સામેલ છે. નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પર જે સુકાની ટીમ જીતશે તે પ્રથમ દાવ લેવાનુ પસંદ કરશે અમદાવાદમા છેલ્લા સપ્તાહમા પડેલા વરસાદને કારણે વિકેટમા થોડી નમી રહી શકે છે જે પ્રથમ સત્રમા ફાસ્ટ બોલરોને મદદ કરી શકે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપના પોંઇન્ટ માટે ભારત માટે આ ટેસ્ટ શ્રેણી મહત્વની છે. અહી બન્ને ટેસ્ટ જીતશે તો ભારતની પોઇન્ટ ટેબલ પર સ્થિતી વધુ સારી બની શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement