વિરાટ કોહલીને મળવા ચાહક મેદાનમાં પહોંચતા દોડધામ
દિલ્હી અને રેલવે વચ્ચે રણજી ટ્રોફી 2024-25 મેચ અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં વિરાટ કોહલી દિલ્હી ટીમનો ભાગ છે. મેચમાં વિરાટ કોહલીને જોવા માટે ચાહકો સ્ટેન્ડમાં હાજર હતા, ત્યારે એક ચાહક સુરક્ષા ઘેરો તોડીને મેચની વચ્ચે મેદાનમાં તેને મળવા ગયો.
મેચ દરમિયાન એક ચાહકનો મેદાનમાં પ્રવેશવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક ચાહક સ્ટેન્ડમાંથી બહાર આવે છે અને સીધો કિંગ કોહલી તરફ દોડે છે. આ સમય દરમિયાન, કોહલી સ્લિપમાં ફિલ્ડિંગ કરી રહ્યો છે. ચાહક આવતાની સાથે જ તે કોહલીના પગ સ્પર્શ કરે છે.
આ પછી તરત જ, સુરક્ષા ગાર્ડ મેદાનમાં પહોંચે છે અને ચાહકને પકડીને સ્ટેડિયમની બહાર લઈ જાય છે. આ સમય દરમિયાન મેચ થોડા સમય માટે અટકાવી દેવામાં આવે છે. પછી સુરક્ષા કર્મચારીઓ ચાહકને બહાર કાઢે છે, પછી મેચ ફરી શરૂૂ થાય છે. કે મેચમાં દિલ્હીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.વિરાટ કોહલી 12 વર્ષથી વધુ સમય પછી રણજી ટ્રોફીમાં વાપસી કરી છે. આ પહેલા કોહલીએ ટુર્નામેન્ટની છેલ્લી મેચ નવેમ્બર 2012 માં રમી હતી.