ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

એશિયા કપ, ભારત-પાકિસ્તાનનો પ્રોમો રિલીઝ થતાં જ ચાહકો BCCI પર ભડક્યા

11:21 AM Aug 28, 2025 IST | Bhumika
Advertisement

એશિયા કપ 2025 માટે કાઉન્ટડાઉન શરૂૂ થઈ ગયું છે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂૂ થશે. 8 ટીમો વચ્ચે આ ટુર્નામેન્ટનો ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બરે રમાશે. એશિયા કપનું સત્તાવાર બ્રોડકાસ્ટ પાર્ટનર સોની સ્પોર્ટ્સ નેટવર્ક છે. સોની સ્પોર્ટ્સે એશિયા કપ 2025માં ભારત-પાકિસ્તાન મેચનો પ્રોમો રિલીઝ કર્યો છે. ત્યારથી, સોની સ્પોર્ટ્સ લોકોના નિશાના પર આવી ગયું છે.

Advertisement

આ પ્રોમોમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ, પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી અને દિગ્ગજ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ જોવા મળી રહ્યા છે. આ મહામુકાબલો 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. લોકો આ મેચના પ્રોમો પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. હકીકતમાં, 23 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. આવી સ્થિતિમાં, એશિયા કપનો બહિષ્કાર કરવાની માંગ થઈ રહી છે.

ચાહકોએ હવે સોની સ્પોર્ટ્સ નેટવર્કનો બહિષ્કાર કરવાનો અવાજ ઉઠાવ્યો છે. તેમણે ભારત પાકિસ્તાન મેચનો પ્રચાર કરવા બદલ BCCI અને સેહવાગની પણ ટીકા કરી છે. સોની સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વિડિયોમાં સેહવાગે કહ્યું- અમે વિશ્વ ચેમ્પિયન છીએ. અમે હમણાં જ વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ જીત્યો છે અને મને ખાતરી છે કે અમે એશિયા કપમાં શ્રેષ્ઠ ટીમ છીએ. આશા છે કે અમે એશિયા કપ જીતીશું.

તેણે આગળ કહ્યું- મને લાગે છે કે આપણી ટીમ ખૂબ સારી છે. સૂર્યકુમાર યાદવ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. તે T20 ફોર્મેટમાં ટોચનો ખેલાડી છે. મને ખાતરી છે કે તેની કેપ્ટનશીપ હેઠળ અમે સારું પ્રદર્શન કરીશું કારણ કે અમે પહેલા જોયું છે કે જ્યારે સ્કાયએ કેપ્ટનશીપ સંભાળી હતી, ત્યારે આપણે ઘણી T20 મેચ જીતી હતી. મને ખાતરી છે કે અમે એશિયા કપ પણ જીતીશું.

એશિયા કપ 2025માં 8 ટીમોને 4-4ના ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારતને ઞઅઊ, પાકિસ્તાન અને ઓમાન સાથે ગ્રુપ અમાં મૂકવામાં આવ્યું છે. ભારત 10 સપ્ટેમ્બરે ઞઅઊ સામે પોતાના અભિયાનની શરૂૂઆત કરશે. 14 સપ્ટેમ્બરે, ભારત તેના કટ્ટર હરીફ પાકિસ્તાનનો સામનો કરશે અને 19 સપ્ટેમ્બરે અબુ ધાબીમાં ઓમાન સામે ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ રમશે.

Tags :
BCCIcricketindiaindia newsindia-pakistan matchSportssports news
Advertisement
Next Article
Advertisement