For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખેલ મહાકુંભ અંતર્ગત બહુમાળી ભવનથી રેસકોર્સ ફરતે સાંજે રેલી

06:18 PM Jan 02, 2025 IST | Bhumika
ખેલ મહાકુંભ અંતર્ગત બહુમાળી ભવનથી રેસકોર્સ ફરતે સાંજે રેલી

રમતવીરો માટે 100 એસટી બસની નિગમ દ્વારા વ્યવસ્થા: 71.30 લાખ ખેલાડીઓનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન

Advertisement

રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 4 જાન્યુઆરી ને શનિવારે રાજકોટથી ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ થશે. રાજ્યકક્ષાના તૃતીય રમતોત્સવ માટે 71,30,834 રમતવીરોનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન થયું છે. દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ સમારોહ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથ્લેટિક્સ ટ્રેક ખાતે શનિવારે સાંજે સાડા પાંચ વાગ્યેથી સાંજે 7:00 વાગ્યા સુધી કાર્યક્રમ યોજ્શે જેમાં આર.જે. આભા તથા જાણીતી બોલીવુડ સિંગર ઐશ્વર્યા મજમુદાર વિવિધ વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરશે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ભરમાંથી 12 હજારથી પણ વધુ ખેલાડીઓ હાજર રહેશે તેમના માટે સૌરાષ્ટ્ર ભરમાંથી અલગ અલગ 100જેટલી એસ.ટી બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Advertisement

આજે ખેલ મહાકુંભ ને લઈન લોકોમાં જાગૃતિને લઈ પ્રીમેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજકોટની બહુમાળી ભવનથી લઇ રેસકોસ રીંગરોડ ફરતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 100 પણ વધારે રમતવીરો આ રેલીમાં જોડાશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શનિવારને ચાર જાન્યુઆરીના રોજ બપોરે હિરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચે ત્યાંથી સીધા જ ઉપલેટા ના પ્રાસલા ખાતે ચાલી રહેલી શિબિરમાં હાજરી આપી ત્યારબાદ તેઓ સીધા જ રાજકોટ ખાતે સાંજે 5:00 વાગે જુના એરપોર્ટ ખાતે આવ્યો હોય છે. અને જ્યાં ત્યાંથી તેઓ સીધા જ યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં હાજરી આપશે. અને ત્યારબાદ ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં સાંજે 7:00 વાગ્યે હાજરી આપશે તેમજ અન્ય એક બે કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી હાજરી આપે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

આજે રાજ્ય સરકારના અગ્ર સચિવ અશ્વિનીકુમાર તેમજ રમતગમત વિભાગના સચિવ વાળા સહિતના અધિકારીઓ દ્વારા એક ટઈ આયોજન કરવામાં આવ્યું હતું.
આ ટઈ રાજકોટ કલેકટર પ્રભાવ જોશી, પોલીસ કમિશનર બ્રિજેશકુમાર જા, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, તેમજ રમતગમતને લગતા અધિકારીઓ પણ વિડિયો કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા અને અગ્ર સચિવ અશ્વિનીકુમાર દ્વારા સમગ્ર કાર્યક્રમનું રીવ્યુ કરવામાં આવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement