ભારત સામે પ્રથમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમની જાહેરાત
ઈંગ્લેન્ડે ભારત સામે 20 જૂનથી શરૂૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટ માટે 14 સભ્યોની ટીમ જાહેર કરી હતી. બેન સ્ટોક્સ ટીમની કેપ્ટનશિપ કરશે. આ ટીમમાં જોશ ટંગ અને સૈમ કુક નવો ચહેરો હશે. ટીમમાં ક્રિસ વોક્સની વાપસી થઈ હતી. ટંગ અને વોક્સ ભારત-એ સામે 6 જૂનથી શરૂૂ થઈ રહેલી બિનસત્તાવાર મેચમાં ઈંગ્લેન્ડ લાયન્સ ટીમનો હિસ્સો છે આ ઉપરાંત જેમી ઓવરટનને પણ સ્થાન મળ્યું હતું.
ભારત સામે પ્રથમ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમમા બેન સ્ટોક્સ (કેપ્ટન), શોએબ બશીર, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાઈડન કાર્સ, સૈમ કુક, જેક ક્રાઉલી, બેન ડકેટ, જેમી ઓવરટન, ઓલી પોપ, જો રૂૂટ, જેમી સ્મિથ, જોશ ટંગ, ક્રિસ વોક્સનો સમાવેશ કરવામા આવ્યો છે .
ટોંગ અને કૂક તાજેતરમાં ઝિમ્બાબ્વે સામેની ચાર દિવસીય ટેસ્ટમાં ટીમનો ભાગ હતા. ટોંગ મીડિયમ પેસર બોલર છે, જ્યારે કૂક ફાસ્ટ બોલર છે. આ ઉપરાંત ઓવરટન પણ રમતો જોવા મળશે, જે ફાસ્ટ બોલિંગની સાથે બેટિંગ પણ કરી શકે છે. ટીમને ગુસ એટક્ધિસનની ખોટ સાલશે, જે ઈજાને કારણે પ્રથમ ટેસ્ટ માટે ટીમનો ભાગ નથી. ઓવરટન 2022 પછી ટેસ્ટ ટીમમાં પાછો ફર્યો છે. 31 વર્ષીય બોલરને તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરિઝમાં આંગળીમાં ઈજા થઈ હતી, પરંતુ તેને મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે અને મેચ પહેલા તે ફિટ થઈ જશે તેવી અપેક્ષા છે. ઈંગ્લેન્ડની ટીમ ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સ પર ખૂબ આધાર રાખશે. આ ઉપરાંત, ઓલરાઉન્ડર જેકબ બેથેલ પણ ડિસેમ્બર પછી વાપસી કરી રહ્યો છે.
ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસનું શેડ્યૂલ
પ્રથમ ટેસ્ટ: 20 - 24 જૂન, લીડ્સ
બીજી ટેસ્ટ: 2 - 6 જુલાઈ, બર્મિંઘમ
ત્રીજી ટેસ્ટ: 10 -14 જુલાઈ, લંડન
ચોથી ટેસ્ટ: 23 - 27 જુલાઈ, માનચેસ્ટર
પાંચમી ટેસ્ટ: 31 જુલાઈ - 4 ઓગસ્ટ, લંડન