ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગિલની બેટિંગ, આકાશદીપ-સિરાઝની બોલિંગ સામે ઇંગ્લેન્ડ ઘૂંટણિયે, શ્રેણી 1-1થી બરાબર

10:52 AM Jul 07, 2025 IST | Bhumika
Advertisement

એજબાસ્ટનના મેદાનમાં ભારતની પ્રથમ જીત, ગુરુવારે લોડ્ર્સના મેદાનમાં ત્રીજી મેચ

Advertisement

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચ ટીમ ઈન્ડિયા માટે શાનદાર સફળતા લઈને આવી. કેમ કે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની આ મેચમાં ભારતીય ટીમે 336 રનથી જીત મેળવી. મેચને જીતવા માટે ઈંગ્લેન્ડે 608 રન બનાવવાના હતા. પરંતુ તેનો પીછો કરતાં આખી ટીમ પાંચમા દિવસના બીજા સેશનમાં 271 રન પર ઓલઆઉટ થઈ ગઈ.

ઈંગ્લેન્ડના બીજા દાવમાં આકાશ દીપે 6 વિકેટ ઝડપી. આ જીતની સાથે જ ભારતીય ટીમ સિરીઝમાં 101ની બરોબરી પર આવી ગઈ છે. સિરીઝની ત્રીજી મેચ 10 જુલાઈએ લોર્ડ્સમાં રમાશે.

ભારતે પહેલીવાર બર્મિંઘમના એજબાસ્ટન મેદાન પર પહેલી જીત મેળવી છે. આ પહેલાં આ મેદાન પર 8 વખત મેચ રમાઈ હતી. જેમાં સાત મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે એક મેચ ડ્રોમાં પરિણમી હતી. ભારતીય ટીમે આ મેદાન પર પહેલી ટેસ્ટ જુલાઈ 1967માં રમી હતી. જેમાં ટીમને 132 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારતે 2025માં જીત મેળવીને 58 વર્ષનો દુકાળ ખતમ કર્યો છે.

ભારતે જસપ્રીત બુમરાહને આરામ આપીને મેચમાં આકાશ દીપને તક આપી હતી. તો આકાશ દીપે તેની પસંદગીને સાર્થક કરતાં પહેલાં દાવમાં 4 અને બીજા દાવમાં 6 વિકેટ સાથે 10 વિકેટ ઝડપી હતી. તો મોહમ્મદ સિરાઝે પહેલાં દાવમાં 6 અને બીજા દાવમાં 1 વિકેટ સાથે કુલ 7 વિકેટ ઝડપી હતી. આકાશ દીપ અને સિરાઝે 20માંથી 17 વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડની કમર તોડી નાંખી હતી.

ભારતના કેપ્ટન શુભમન ગિલે મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે પહેલાં દાવમાં 269 રન અને બીજા દાવમાં 161 રન એટલે કુલ 430 રન બનાવીને મેચમાં જીવ રેડી દીધો હતો. કેપ્ટન તરીકે ગિલે બેટિંગની સાથેસાથે બોલિંગમાં પણ ફેરફાર કરીને મેચને ભારતની તરફેણમાં લાવી દીધી હતી. પહેલી મેચમાં ભલે પરાજય મળ્યો પરંતુ બીજી મેચમાં ઈંગ્લેન્ડને કારમો પરાજય આપીને બદલો લઈ લીધો છે.

મેચની શરૂૂઆત પહેલાં જ ઇંગ્લેન્ડની હાર લગભગ નિશ્ચિત મનાઈ રહી હતી, કારણ કે કેપ્ટન બેન સ્ટોક્સ એ એજબેસ્ટન મેદાનની સપાટ પીચ પર પ્રથમ બોલિંગ કરવાનો આશ્ચર્યજનક નિર્ણય લીધો હતો. જોકે, જો હવામાન વરસાદી રહ્યું હોત તો બોલરોને મદદ મળી શકત, પરંતુ સ્ટોક્સે સંપૂર્ણપણે બેટિંગ ફ્રેન્ડલી પીચ પર આ નિર્ણય લીધો. તેમને એ પણ ધ્યાનમાં રાખવું જોઈતું હતું કે એજબેસ્ટનમાં ચોથી ઇનિંગમાં મોટો સ્કોર ચેઝ કરવો હંમેશા મુશ્કેલ રહ્યો છે. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરવાના આમંત્રણનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો અને મોટો સ્કોર ખડક્યો.

ઇંગ્લેન્ડને ચોથી ઇનિંગમાં 608 રનનો વિશાળ લક્ષ્યાંક મળ્યો હતો. આટલા મોટા લક્ષ્ય સામે બેટ્સમેનોએ ધીરજ અને હિંમતથી રમવું જોઈતું હતું, પરંતુ ઇંગ્લેન્ડના બેટ્સમેનો તેમની આક્રમક બેઝબોલ રણનીતિના ભોગ બન્યા. બેન ડકેટ ઝડપથી રન બનાવવાનો પ્રયાસ કરતી વખતે જ આઉટ થઈ ગયો. પ્રથમ ઇનિંગમાં સદી ફટકારનાર હેરી બ્રુક પણ ઝડપથી રન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ આકાશદીપ સામે એલબીડબલ્યુ આઉટ થયો. આનું પરિણામ એ આવ્યું કે બીજી ઇનિંગમાં, ઇંગ્લેન્ડની અડધી ટીમ ફક્ત 80 રનના સ્કોર પર જ પેવેલિયન પરત ફરી ગઈ.

ભારતીય બેટ્સમેનોનો જંગી સ્કોર અને અમારી ખરાબ શરૂઆત હારનું કારણ
ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ માટે આ હાર આઘાતજનક રહી, ખાસ કરીને તેમનો પહેલા બોલિંગ કરવાનો નિર્ણય ટીમને ભારે પડ્યો. મેચ પછીની પ્રેઝન્ટેશનમાં સ્ટોક્સએ તેમની ટીમની હારના બે સૌથી મોટા કારણો જણાવ્યા. પ્રથમ કારણ: ભારતીય ટીમે 211 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી ઇંગ્લેન્ડની ટીમ તેમને સસ્તામાં આઉટ કરી શકી નહીં અને મેચમાં વાપસી કરી શકી નહીં. સ્ટોક્સ એ સ્વીકાર્યું કે જો તેઓ ભારતની વિકેટ ઝડપથી લેવામાં સફળ રહ્યા હોત, તો મેચનું પરિણામ અલગ હોત. આ એ જ તબક્કો હતો જ્યાં ભારતીય કેપ્ટન શુભમન ગિલ અને રવિન્દ્ર જાડેજા એ ઇંગ્લેન્ડના બોલરો પર વર્ચસ્વ જમાવ્યું હતું. તેમણે 203 રનની પ્રભાવશાળી ભાગીદારી નોંધાવી, જેમાં ગિલ એ 269 રન બનાવીને ટીમને 587 રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી. બીજું કારણ: બેન સ્ટોક્સ બીજું કારણ જણાવતા કહ્યું કે, ભારતની પહેલી ઇનિંગના જવાબમાં, અમે 80 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી, આવી પરિસ્થિતિમાંથી બહાર આવવું હંમેશા મુશ્કેલ હોય છે. 608 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ઇંગ્લેન્ડની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને તેમની ટીમે શરૂૂઆતમાં જ નિયમિત અંતરાલે વિકેટો ગુમાવવાનું શરૂૂ કર્યું. સ્ટોક્સ અને જેમી સ્મિથ એ લાંબા સમય સુધી ભારતને જીતથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ સતત વિકેટો પડવાના કારણે ઇંગ્લેન્ડ મેચમાં વાપસી કરી શક્યું નહીં. આમ, બેન સ્ટોક્સ એ સ્પષ્ટ કર્યું કે ભારતીય બેટ્સમેનોને ઓછી રનમાં ઓલઆઉટ ન કરી શકવા અને તેમની પોતાની ખરાબ શરૂૂઆત એ ઇંગ્લેન્ડની હારના મુખ્ય પરિબળો હતા.

Tags :
indiaindia newsSportssports newsTeam India
Advertisement
Next Article
Advertisement