ઇંગ્લેન્ડે ચેમ્પિયન ટ્રોફી અને ભારત સામેની સિરિઝ માટે ટીમ જાહેર
બન્ને ટીમમાં જોસ બટલર કેપ્ટન, બેન સ્ટોકસની ટીમમાંથી બાદબાકી
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) એ આવતા વર્ષની શરૂૂઆતમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે તેની ટીમની જાહેરાત કરી છે. આ સાથે જ ભારત પ્રવાસ માટે ઓડીઆઇ અને ટી20 ટીમોની પણ જાહેરાત કરવામાં આવી છે.
જોસ બટલર ભારત સામેની સીરીઝ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઈંગ્લેન્ડની ટીમની કેપ્ટનશીપ કરશે. ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને પણ બંને ટીમમાં જગ્યા મળી છે. તેમના સિવાય હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રાશિદ, જો રૂૂટ, ફિલ સોલ્ટ અને માર્ક વૂડ જેવા સ્ટાર ખેલાડીઓ પણ ઘઉઈં ટીમમાં સામેલ છે. ઈંગ્લેડન્ટ ક્રિકેટ બોર્ડ એક ચોંકાવનારો નિર્ણય પણ લીધો હતો. તેણે ટીમમાં દિગ્ગજ ખેલાડી બેન સ્ટોક્સને સ્થાન આપ્યું નથી.
ઉલ્લેખનીય છે કે 19 ફેબ્રુઆરી 2025થી ચેમ્પિયન્સ ટ્રોફી શરુ થઈ રહી છે. પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાન છે પરંતુ ભારતની બધી મેચો કોઈ ન્યુટ્રલ સ્થળે થવાની છે જે હવે પછી જાહેર કરવામાં આવશે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ
જોસ બટલર (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગુસ એટક્ધિસન, જેકબ બેથેલ, હેરી બ્રૂક, બ્રાઈડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રશીદ, જો રૂૂટ , સાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ, માર્ક વુડ.
ઈંગ્લેન્ડનો ભારત પ્રવાસ
પ્રથમ ટી20 - 22 જાન્યુઆરી - કોલકાતા
બીજી ટી20 - 25 જાન્યુઆરી - ચેન્નાઈ
ત્રીજી ટી20 - 28 જાન્યુઆરી - રાજકોટ
ચોથી ટી20 - 31 જાન્યુઆરી
પાંચમી ટી20 - 2 ફેબ્રુઆરી - મુંબઈ
પ્રથમ ઓડીઆઇ - 6 ફેબ્રુઆરી - નાગપુર
બીજી ઓડીઆઇ - 9 ફેબ્રુઆરી - કટક
ત્રીજી ઓડીઆઇ - 12 ફેબ્રુઆરી - અમદાવાદ
19 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી
ભારત સામેની T20 શ્રેણી માટે ટીમ
જોસ બટલર (કેપ્ટન), રેહાન અહેમદ, જોફ્રા આર્ચર, ગુસ એટક્ધિસન, જેકબ બેથેલ, હેરી બ્રૂક, બ્રેડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટોન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રશીદ, સાકિબ , ફિલ સોલ્ટ, માર્ક વુડ.