ઇંગ્લેન્ડ 387માં ઓલઆઉટ, ભારતના 3 વિકેટે 145 રન
કે.એલ. રાહુલ 53 રન સાથે અણનમ, શુભમન ગિલ માત્ર 16 રન બનાવી આઉટ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025 ની ત્રીજી મેચ લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ મેચનો બીજો દિવસ સમાપ્ત થઈ ગયો છે. ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગમાં 387 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં, ભારતે બીજા દિવસના અંત સુધી તેના પ્રથમ ઇનિંગમાં 3 વિકેટે 145 રન બનાવ્યા હતા. ઋષભ પંત 19 અને કેએલ રાહુલ 53 રન પર અણનમ છે. રાહુલે 113 બોલનો સામનો કર્યો છે અને પાંચ ચોગ્ગા ફટકાર્યા છે. ઋષભે 33 બોલની પોતાની ઇનિંગમાં 3 ચોગ્ગા ફટકાર્યા છે.
બંને દેશો વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી હાલમાં 1-1 થી બરાબર છે. ભારતીય ટીમનો પહેલો દાવ શરૂૂઆતમાં સારો રહ્યો નહીં. 4 વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટ રમી રહેલા યશસ્વી જયસ્વાલ (13 રન) ને બીજી જ ઓવરમાં જોફ્રા આર્ચર દ્વારા આઉટ કરવામાં આવ્યો. અહીંથી, કેએલ રાહુલ અને કરુણ નાયરે બીજી વિકેટ માટે 61 રનની ભાગીદારી કરી હતી.
દરમિયાન કરુણ નાયર બેન સ્ટોક્સના બોલ પર જો રૂૂટ દ્વારા કેચ આઉટ થયા. કરુણ નાયર 62 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 40 રન બનાવી શક્યા. શુભમન ગિલ કંઈ ખાસ કરી શક્યા નહીં અને 16 રન બનાવીને ક્રિસ વોક્સ દ્વારા આઉટ થયા. અહીંથી, કેએલ રાહુલ અને ઋષભ પંતે બીજા દિવસે ભારતને વધુ નુકસાન થવા દીધું નહીં.
બીજા દિવસે, જો રૂૂટ તેની 37મી સદી પૂર્ણ કરનાર પ્રથમ ખેલાડી હતો. જોકે, થોડા સમય પછી જસપ્રીત બુમરાહએ બેન સ્ટોક્સને 44 રન પર આઉટ કરીને ભારતને પાંચમી સફળતા અપાવી. સદી ફટકાર્યાના થોડા સમય પછી, જો રૂૂટ 104 રન પર બુમરાહ દ્વારા બોલ્ડ થયો. આ પછી, બીજા જ બોલ પર, ક્રિસ વોક્સ (0) પણ વિકેટ પાછળ ધ્રુવ જુરેલના હાથે કેચ આઉટ થયો. અહીંથી, જેમી સ્મિથ અને બ્રાઇડન કાર્સ વચ્ચે આઠમી વિકેટ માટે 84 રનની ભાગીદારી થઈ. આ ભાગીદારી દરમિયાન જેમી સ્મિથે 52 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. મોહમ્મદ સિરાજે સ્મિથને આઉટ કરીને આ ભાગીદારી તોડી. સ્મિથે 56 બોલમાં 6 ફોરની મદદથી 51 રન બનાવ્યા. આ પછી, જસપ્રીત બુમરાહે જોફ્રા આર્ચરને બોલ્ડ કરીને ઇનિંગમાં પોતાની પાંચ વિકેટ પૂરી કરી.
નવ વિકેટ પડ્યા પછી, બ્રાઇડન કાર્સે જવાબદારી પોતાના ખભા પર લીધી. કાર્સે 77 બોલમાં છ ફોર અને એક સિક્સરની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી. કાર્સને મોહમ્મદ સિરાજે બોલ્ડ કર્યો, જેનાથી ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ સમાપ્ત થયો. કાર્સે 83 બોલમાં 56 રન બનાવ્યા. ભારત માટે જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ લીધી. મોહમ્મદ સિરાજ અને નીતિશ રેડ્ડીએ બે-બે વિકેટ લીધી. રવિન્દ્ર જાડેજાએ પણ એક વિકેટ લીધી.
કપિલ દેવનો રેકોર્ડ તોડી બુમરાહ નંબર વન
ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં જસપ્રીત બુમરાહે 27 ઓવર ફેંકી, 74 રન આપીને 5 મહત્વપૂર્ણ વિકેટ લીધી. આ 5 વિકેટ સાથે જ તેણે ઇતિહાસના પાનામાં પોતાનું નામ સુવર્ણાક્ષરે અંકિત કરી દીધું છે. હવે તે વિદેશી ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 5 વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે, જે પહેલા દિગ્ગજ કપિલ દેવના નામે હતો. બુમરાહે અત્યાર સુધીમાં વિદેશી ધરતી પર ટેસ્ટમાં 13 વખત 5 વિકેટ ઝડપી છે, જ્યારે કપિલ દેવે આ કારનામું 12 વખત કર્યું હતું. આ સાથે, બુમરાહે તમામ ભારતીય બોલરોને પાછળ છોડીને આ યાદીમાં નંબર-1 સ્થાન પ્રાપ્ત કર્યું છે.