ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

લોડ્ર્સ ટેસ્ટમાં પ્રથમ દિવસે ઈંગ્લેન્ડના 4 વિકેટે 251 રન

10:46 AM Jul 11, 2025 IST | Bhumika
Advertisement

નીતિશ રેડ્ડીએ એક ઓવરમાં બે વિકેટ ઝડપી, ટેસ્ટ ક્રિકેટમાં ભારત સામે 3 હજાર રન પૂરા કરનાર જો રૂટ પ્રથમ બેટ્સમેન

Advertisement

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2024-25ની ત્રીજી મેચ લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. ઇંગ્લેન્ડે પહેલા દિવસે ચાર વિકેટ ગુમાવીને 251 રન બનાવ્યા હતા. જો રૂૂટ 99 અને બેન સ્ટોક્સ 39 રન બનાવીને અણનમ છે. બંને દેશો વચ્ચે શ્રેણીની પહેલી મેચ લીડ્સમાં રમાઈ હતી, જેમાં યજમાન ટીમે 5 વિકેટથી જીત મેળવી હતી.

ત્યારબાદ ભારતીય ટીમે શાનદાર વાપસી કરી અને એજબેસ્ટન ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 336 રનથી હરાવીને પાંચ મેચની શ્રેણી 1-1થી બરાબર કરી હતી. હવે આ લોર્ડ્સ ટેસ્ટ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ઈંગ્લેન્ડની પહેલી ઇનિંગમાં શરૂૂઆત સારી રહી હતી. બેન ડકેટ (23 રન) અને જેક ક્રોલી (18 રન)એ મળીને પહેલી વિકેટ માટે 43 રનની ભાગીદારી કરી હતી. જો કે, નીતિશ કુમાર રેડ્ડીએ આ બંને ઓપનરોને એક જ ઓવરમાં આઉટ કરીને પેવેલિયન ભેગા કર્યા હતા. અહીંથી જો રૂૂટ અને ઓલી પોપે સદીની ભાગીદારી કરીને ઈંગ્લેન્ડની કમાન સંભાળી હતી. રૂૂટે ભારત સામે પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું અને 102 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. એટલું જ નહીં, રૂૂટ ભારત સામે ટેસ્ટમાં 3000 રન પૂર્ણ કરનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

બીજા સત્ર દરમિયાન પંતને આંગળીમાં ઈજા થતાં મેદાન છોડવું પડ્યું હતું. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ જણાવ્યું કે, ભારતીય વિકેટકીપર રિષભ પંત મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. પંતની જગ્યાએ વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈનિંગની 34મી ઓવરમાં જસપ્રીત બુમરાહે ફેકેલા બોલને રોકવા માટે પંતે ડાઇવ મારી હતી. ત્યારે તેણે ડાબા હાથની આંગળીમાં ઈજા થઈ હતી. ત્યારબાદ ભારતીય સપોર્ટ સ્ટાફ દ્વારા પંતના હાથની સારવાર કરવામાં આવતા રમત થોડીવાર માટે રોકવામાં આવી હતી.જો રૂૂટે ટેસ્ટ ક્રિકેટમાં ભારત સામે રમતી વખતે 3 હજાર રન પૂરા કર્યા છે. જો રૂૂટ આ સિદ્ધિ મેળવનાર દુનિયાનો પહેલો બેટ્સમેન બન્યો છે. જો રૂૂટ કોઈ ટીમ સામે 3 હજાર રન પૂરા કરનાર માત્ર ત્રીજો બેટ્સમેન બન્યો છે. જો રૂૂટ પહેલા ગેરી સોબર્સ અને સચિન તેંડુલકરે આ સિદ્ધિ હાંસલ કરી છે. ગેરી સોબર્સે ઈંગ્લેન્ડ સામે 3214 રન બનાવ્યા હતા, જ્યારે સચિને ઓસ્ટ્રેલિયા સામે 3630 રન બનાવ્યા હતા. જો રૂૂટે તેના કરિયરમાં 103મી વખત 50 પ્લસ રન બનાવ્યા છે. આ બાબતમાં તેને રિકી પોન્ટિંગ અને જેક્સ કાલિસની બરાબરી કરી છે. ટેસ્ટમાં સૌથી વધુ ફિફ્ટી પ્લસ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને 119 વખત ફિફ્ટીથી વધુ રનની ઈનિંગ રમી છે.

જો રૂૂટે લોર્ડ્સના મેદાન પર 18મી અડધી સદી ફટકારીને એલિસ્ટર કૂકને પાછળ છોડી દીધા છે. આ મેદાન પર કૂકના નામે 17 અડધી સદી છે. આ સાથે જો રૂૂટે લોર્ડ્સમાં 2 હજાર રન પણ પૂરા કર્યા છે. ટેસ્ટમાં જો રૂૂટના બેટથી આ 67મી અડધી સદી છે.

પીચની બદલાયેલી સ્થિતિની સોશિયલ મીડિયામાં ચર્ચા
આ મેચની ખાસ ચર્ચા પિચને લઈને થઈ રહી છે. જ્યારે ટીમ ઇન્ડિયા લોર્ડ્સ પહોંચી હતી, ત્યારે પિચ ખૂબ લીલી અને પેસ બોલર્સ માટે અનુકૂળ દેખાઈ રહી હતી. પરંતુ મેચના એકદમ પહેલા પીચની સ્થિતિ અને દિશા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. લોર્ડ્સની પિચની લેટેસ્ટ તસ્વીર સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહી છે. ઇંગ્લેન્ડ દ્વારા મેચ પહેલાં અચાનક લેવાયેલો આ નિર્ણય ફેન્સને પણ આશ્ચર્યમાં મૂકી રહ્યો છે. મેચના માત્ર બે દિવસ પહેલા સુધી લોર્ડ્સની પિચ ખૂબ લીલી અને ઘાસથી ભરેલી દેખાતી હતી, જે પેસ બોલરો માટે અનુકૂળ માનવામાં આવી રહી હતી. જો કે, હવે મેચ પહેલાં આ પિચ પરથી મોટા પ્રમાણમાં ઘાસ દૂર કરી દેવામાં આવ્યો છે. નવી પિચ જોઈને એવું લાગી રહ્યું છે કે અહીં ફાસ્ટ બોલરોની સાથે સ્પિન બોલરોને પણ મદદ મળવાની શક્યતા છે.

Tags :
indiaindia newsIndia-England matchIndian teamSportssports news
Advertisement
Next Article
Advertisement