ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ધોનીની ટીમની સતત 10મી હાર, રાજસ્થાનનો વિજય

10:44 AM May 21, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

વૈભવ સૂર્યવંશીએ 27 બોલમાં 57 રન ફટકાર્યા, ધોનીને પગે લાગ્યો

Advertisement

સ્થળ બદલાયું, ગ્રાઉન્ડ બદલાયું, પણ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નું નસીબ ન બદલાયું. અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગની આ પ્રતિષ્ઠા મેચમાં, રાજસ્થાન રોયલ્સે CSKને 6 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે રાજસ્થાને તેની બધી લીગ મેચ પૂર્ણ કરી છે. મેચ સમાપ્ત થયા પછી, વૈભવ સૂર્યવંશી ધોનીને પગે લાગ્યો અને તેના આશીર્વાદ લીધા.

પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ રાજસ્થાનને 188 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં રાજસ્થાને 17 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી. ચેન્નઈ માટે આ હાર એટલા માટે પણ મહત્વપૂર્ણ હતી કારણ કે ટીમ આ સિઝનમાં પહેલાથી જ નિષ્ફળ ગઈ છે અને હવે તેનો છેલ્લો મુકાબલો 25મી તારીખે ગુજરાત ટાઇટન્સ સામે હશે, જેમાં તેની પ્રતિષ્ઠા દાવ પર લાગશે. ધોનીની ટીમની સતત 10મી હાર થઇ છે.

આ મેચનો હીરો યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી હતો, જેણે શાનદાર બેટિંગ કરી અને પોતાની ટીમને મજબૂત શરૂૂઆત અપાવી. યશસ્વી જયસ્વાલ સાથે મળીને, તેણે પહેલા સાવધાનીપૂર્વક રમ્યું અને પછી ચેન્નાઈના બોલરો પર આક્રમક હુમલો કર્યો. વૈભવે માત્ર 27 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી અને કુલ 57 રન બનાવીને જાડેજાના હાથે કેચ આઉટ થયો. આ સિઝનમાં સતત સારું પ્રદર્શન કરીને તેણે પોતાને ભવિષ્યનો સ્ટાર સાબિત કર્યો છે.

આ મેચમાં CSKની બોલિંગ ખૂબ જ નબળી દેખાઈ. પાવરપ્લેમાં જ જયસ્વાલે ઝડપી 37 રન બનાવીને બોલરોની લય બગાડી દીધી. બાદમાં સંજુ સેમસન અને વૈભવ સૂર્યવંશીએ ઉપયોગી ભાગીદારી કરી અને ટીમને વિજયની નજીક પહોંચાડી.

રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને ચેન્નઈને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું. CSKની શરૂૂઆત ખૂબ જ નિરાશાજનક રહી. ઓપનર ડેવોન કોનવે ફરી એકવાર ફ્લોપ ગયો અને માત્ર 10 રન બનાવીને આઉટ થયો. આ જ ઓવરમાં ઉર્વિલ પટેલ પણ ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો. રાજસ્થાનના યુવા ફાસ્ટ બોલર યુદ્ધવીર સિંહે બીજી ઓવરમાં ચેન્નાઈને બે મોટા ફટકા આપ્યા, જેના કારણે ટીમ શરૂૂઆતથી જ દબાણમાં આવી ગઈ. ચેન્નઈએ 187 રન બનાવ્યા પણ તેને બચાવી શક્યું નહીં. આ ઉપરાંત, વચ્ચેની ઓવરોમાં CSKનું ધીમી રમત પણ મોંઘી સાબિત થઈ જેના કારણે ટીમે લગભગ 30 રન ઓછા બનાવ્યા.

બીજી વખત 10 મેચ હારી
આ બીજી વખત છે જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સને એક સીઝનમાં 10 મેચમાં હાર મળી છે. આ પહેલા 2022માં પણ આવું બન્યું હતું. ત્યારે પણ ટીમ 10 મેચ હારી ગઈ હતી. 2012 અને 2020માં ટીમે આઠ-આઠ મેચ હારી હતી, પરંતુ તેમ છતાં ટીમે સારું પ્રદર્શન કર્યું હતું. આ વખતે ટીમ સંપૂર્ણપણે અલગ દેખાય છે. આ વર્ષે ઈજઊં ટીમ બેટિંગ અને બોલિંગ બંનેમાં નબળી રહી છે. ખેલાડીઓ ઘાયલ થયા તેઓ સતત સારું પ્રદર્શન કરી શક્યા નહીં અને ટીમ નિર્ણાયક ક્ષણોમાં તાકાત બતાવવામાં નિષ્ફળ ગઈ હતી.

Tags :
indiaindia newsRajasthanSportssports news
Advertisement
Advertisement