WPLમાં ગુજરાતને હરાવીને દિલ્હી પોઈન્ટ ટેબલમાં ટોચ પર
દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને 6 વિકેટથી હરાવ્યું. દિલ્હીએ આ મેચ 29 બોલ બાકી રહેતા જીતી લીધી, જેનાથી તે WPL 2025 પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. આ મુકાબલામાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરીને 127 રન બનાવ્યા હતા, જે દિલ્હીની ટીમે માત્ર 4 વિકેટ ગુમાવીને હાંસલ કર્યા હતા. દિલ્હીની જીતમાં સૌથી મોટો ફાળો જેસ જોનાસન અને શેફાલી વર્માનો હતો, જેમણે 74 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. આ મુકાબલામાં ગુજરાત જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરી, પરંતુ ટીમના પહેલા પાંચમાંથી ચાર બેટ્સમેન બે આંકડાના આંકડે પણ પહોંચી શક્યા નહીં.
60 રનના સ્કોર સુધીમાં ગુજરાતની ટીમે 6 વિકેટ ગુમાવી દીધી હતી. દરમિયાન તનુજા કંવર અને ભારતી ફૂલમાલી વચ્ચે 51 રનની ભાગીદારીએ યુપીને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું. ભારતીએ અણનમ 40 રન, ડિઆન્ડ્રા ડોટિને 26 અને તનુજા કંવરે 16 રનનું યોગદાન આપ્યું. જવાબમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગ માત્ર 3 રન બનાવીને આઉટ થઈ ગઈ. ત્યારબાદ, જેસ જોનાસન અને શેફાલી વર્મા વચ્ચે 74 રનની ભાગીદારીએ દિલ્હીની જીત લગભગ સુનિશ્ચિત કરી દીધી. જોનાસને અણનમ 61 રન બનાવ્યા, જ્યારે શેફાલીએ 44 રન બનાવ્યા.