ધોનીને ટીમમાં સામેલ કરવા CSK બાંધછોડ માટે તૈયાર
જૂના નિયમને લાગુ કરવા નિર્ણય
દરેક ક્રિકેટચાહકો અને ખાસ કરીને સીએસકે ના ફેન્સ જાણવા માંગે છે કે ધોની આ વર્ષે આઇપીએલ 2025 રમશે કે નહિ. જો કે ધોનીને ટીમમાં બનાવી રાખવા માટે સીએસકે પણ કોઈ પણ નિયમો સાથે બાંધછોડ કરવા તૈયાર છે અને એ માટેના રસ્તા વિચારી રહી છે.મુંબઈમાં બીસીસીઆઇના અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં સીએસકેએ એક જૂના નિયમને લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
વર્ષ 2008થી 2021 સુધી એક નિયમ હતો કે જો કોઈ ખેલાડી આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધાને પાંચ વર્ષ કે તેથી વધારે સમય થઈ ગયો છે તો એ અનકેપ્ડ ખેલાડીના રૂૂપમાં રમી શકે છે. હવે આ નિયમ લાગુ કરીને સીએસકે ધોનીને ટીમમાં રાખવાનો પ્રયત્ન કરી રહી છે. જો કે કેટલીક ફેન્ચાઈસીનું માનવું છે કે લાંબા સમયથી રિટાયર થઈ ચુકેલ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને અનકેપ્ડ તરીકે ઓક્શનમાં રાખવો યોગ્ય નથી કારણ કે તેનાથી ખેલાડીઓનું અપમાન થશે. ઉપરાંત અનકેપ્ડ ખેલાડીઓની બ્રેઝ પ્રાઈઝ પણ ઓછી હોય છે.