ક્રિકેટ પછી રૂપેરી પડદે ધૂમ મચાવશે ક્રિકેટર સુરેશ રૈના
તમિલ ફિલ્મથી ડેબ્યૂ કરશે, ઇન્સ્ટાગ્રામમાં તસવીર શેર કરી
ક્રિકેટ અને સિનેમા વચ્ચેનો સંબંધ ઘણો જૂનો છે. પછી ભલે તે ફિલ્મોમાં ક્રિકેટ બતાવવાની હોય કે ક્રિકેટમાં ફિલ્મ સ્ટાર્સનું કનેક્શન હોય. હવે આ કનેક્શન ફરી બનવા જઈ રહ્યું છે. ક્રિકેટર સુરેશ રૈના હવે રૂૂપેરી પડદે અભિનય કરતા જોવા મળશે. તે તમિલની અનટાઈટલ્ડ ફિલ્મથી પોતાનું ડેબ્યૂ કરશે જેની એક ઝલક તાજેતરમાં બતાવવામાં આવી છે.
સુરેશ રૈના ડ્રીમ નાઈટ સ્ટોરીઝ દ્વારા નિર્મિત પહેલી ફિલ્મમાં અભિનય કરતા જોવા મળશે, જેની એક ઝલક નિર્માતાઓએ ખુદ ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે શેર કરી છે. આ ટીઝરમા ચાહકોના ઉત્સાહ અને ઉજવણી સાથે ક્રિકેટ સ્ટેડિયમમાં રૈનાનો પરિચય કરાવવામાં આવ્યો છે. આ પછી, ફિલ્મમાં અભિનેતા તરીકે તેની એન્ટ્રીની જાહેરાત કરવામાં આવી છે. અંતે ફિલ્મનું શીર્ષક બતાવવામાં આવ્યું છે જે હાલમા પ્રોડક્શન 1 રાખવામાં આવ્યું છે.
તમિલનાડુમાં લોકો રૈનાને પ્રેમથી ચિન્નાથલા એટલે કે નાનો ભાઈ કહે છે. તે ઈંઙક ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમતો હતો. આ ટીઝરમાં પણ તેને એ જ શૈલીમાં રજૂ કરવામાં આવ્યા છે. તેમની ફિલ્મનું નિર્દેશન લોગન કરી રહ્યા છે જે અગાઉ મેન કરાટે , રેમો અને ગેથુ જેવી ઘણી મહાન તમિલ ફિલ્મોનો ભાગ રહી ચૂક્યા છે.