ક્રિકેટર સ્મૃતિ મંધાના સિંગર પલાશ સાથે કાલે લગ્નના બંધને બંધાશે
સિંગર પલાશ મુચ્છલ અને ક્રિકેટર સ્મૃતિ મંધાના ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ દંપતીના લગ્નની વિધિઓ શરૂૂ થઈ ગઈ છે. આજે સ્મૃતિ મંધાનાની હલ્દી વિધિ છે, અને તેનો પહેલો લુક જાહેર કરવામાં આવ્યો છે. અગાઉ, પલાશ મુચ્છલે તેની દુલ્હનને ફિલ્મી શૈલીમાં પ્રપોઝ કર્યું હતું. આનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
હલ્દી વિધિમાંથી સ્મૃતિ મંધાનાનો તેના મિત્રો સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં, ક્રિકેટરે તેના હલ્દી વિધિ માટે પીળો પરંપરાગત લુક પહેર્યો હતો. તેણે મેચિંગ પેન્ટ સાથે સ્લીવલેસ શર્ટ પહેર્યો હતો. કાનમાં બુટ્ટી, કપાળ પર તિલક અને ખુલ્લા વાળ સાથે, સ્મૃતિ ખૂબ જ સુંદર લાગી રહી છે.
સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલે 23 નવેમ્બર, 2025 ના રોજ લગ્નના બંધનમાં બંધાવાના છે. લગ્નની વિધિ શરૂૂ થાય તે પહેલાં, પલાશે તેની દુલ્હન, સ્મૃતિને ફિલ્મી સ્ટાઇલમાં પ્રપોઝ કર્યું. તેણે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો. વિડીયોમાં સ્મૃતિ લાલ, હાઈ-સ્લિટ ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. પલાશ ગ્રે બ્લેઝર અને કાળા પેન્ટમાં સુંદર દેખાય છે. વિડીયોમાં પલાશ મુચ્છલે સ્મૃતિની આંખો પર પટ્ટી બાંધી અને તેને ડીવાય પાટિલ સ્ટેડિયમ લઈ જતા દેખાય છે. ત્યાં, તે તેણીને લાલ ગુલાબનો ગુલદસ્તો આપે છે, પછી ઘૂંટણિયે પડીને સ્મૃતિને પ્રપોઝ કરે છે. પછી સ્મૃતિ તેની આંગળી પર વીંટી પહેરાવે છે, અને બંને ભેટી પડે છે.