કેરળ ફૂટબોલ ફ્રેન્ચાઇઝીનો હિસ્સો ખરીદતા ક્રિકેટર સંજુ સેમસન
સુપર લીગ કેરળમાં 16 ટીમો સામેલ છે
સંજુ સેમસન ભારતીય ક્રિકેટનો જાણીતો સ્ટાર છે. હવે તેણે ફૂટબોલમાં પ્રવેશ કર્યો છે. તેણે કેરળમાં ફૂટબોલ ફ્રેન્ચાઇઝીમાં હિસ્સો ખરીદ્યો છે. સેમસન કેરળનો રહેવાસી છે. તેમના રાજ્યમાં સુપર લીગ કેરળ નામની નવી ફૂટબોલ લીગ શરૂ થઈ છે. તેણે આ લીગની મલપ્પુરમ ફૂટબોલ ક્લબમાં હિસ્સો ખરીદ્યો છે. આ સાથે તે હવે તેનો કો-ઓનર બની ગયો છે. મલપ્પુરમ એફસીએ સોશિયલ મીડિયા પર તેની સત્તાવાર માહિતી આપી હતી.
સુપર લીગ કેરળ આ વર્ષે શરૂ થઈ ગઈ છે. આ લીગની શરૂઆતની સિઝન છે અને મેચ શરૂૂ થતા પહેલા જ સમાચાર આવવા લાગ્યા હતા કે સુંજ સેમસન ટીમમાં હિસ્સો ખરીદીને માલિક બની શકે છે. હવે સેમસને પોતે મલપ્પુરમ એફસી વતી સત્તાવાર જાહેરાત કરી છે. સેમસન અજમલ બિસ્મી, ડો. અનવર અમીન ચેલત અને બેબી નીલંબરા સાથે મલપ્પુરમ એફસીનો માલિક હશે.
આ લીગમાં કુલ 6 ટીમો એટલે કે કાલિકટ એફસી, કન્નુર વોરિયર્સ એફસી, કોચી ફોરકા એફસી, મલપ્પુરમ એફસી, તિરુવનંતપુરમ કોમ્બન્સ એફસી અને થ્રિસુર મેજિક એફસી ભાગ લઈ રહી છે. લીગ મેચ બાદ આમાંથી 4 ટીમો નોકઆઉટ સ્ટેજમાં જશે. લીગની પ્રથમ મેચ મલપ્પુરમ અને કોચી વચ્ચે 7 સપ્ટેમ્બરના રોજ રમાઈ હતી. જેમાં સેમસનની ટીમનો 2-0થી વિજય થયો હતો.