ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

2028માં યોજાનાર ઓલિમ્પિકમાં ક્રિકેટ શેડ્યૂલ જાહેર, T-20 ફોર્મેટ

10:54 AM Jul 16, 2025 IST | Bhumika
Advertisement

પુરુષ-મહિલા વર્ગમાં 6-6 ટીમ ભાગ લેશે, 12 જુલાઇથી પ્રારંભ

Advertisement

ઓલિમ્પિકમાં હવે ક્રિકેટની વાપસી નિશ્ચિત થઈ ગઈ છે અને તેનો શેડ્યૂલ પણ જાહેર થઈ ચૂકયા છે. અમેરિકાના લોસ એન્જેલિસ શહેરમાં વર્ષ 2028માં યોજાનાર ઓલિમ્પિક મેચમાં ક્રિકેટની મેચ પણ પોમોના શહેરના ફેયર ગ્રાઉન્ડ્સ સ્ટેડિયમમાં રમાશે, જે લોસ એન્જેલિસથી લગભગ 50 કિલોમીટર દૂર આવેલ છે. આ મેચ 12 જુલાઈથી શરૂૂ થશે, જ્યારે મેડલ મેચો 20 અને 29 જુલાઈએ રમાશે.

પુરુષ અને મહિલાઓ બંને વર્ગોમાં કુલ 6-6 ટીમ ભાગ લેશે અને ટી-20 ના આ ફોર્મેટમાં ટી-20 ફોર્મેટમાં આ ઓલિમ્પિકમાં કુલ 180 ખેલાડીઓ ભાગ લેશે. ક્રિકેટનો સમાવેશ આની પહેલા માત્ર એક વાર પેરિસ ઓલિમ્પિકમાં કરવામાં આવ્યો હતો. આયોજકો દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, 14 અને 21 જુલાઈએ કોઈ મેચ નહીં હોય, જ્યારે મોટાભાગના દિવસોમાં ડબલ હેડર રમાશે.

વર્ષ 1900માં પેરિસ ઓલિમ્પિકમાં ક્રિકેટ માત્ર એક વાર રમાઈ હતી, જ્યાં બને ટીમ- ગ્રેટ બ્રિટેન અને ફ્રાંસે બે દિવસીય મેચ રમી હતી. આ મેચમાં ગ્રેટ બ્રિટેને ગોલ્ડ જીત્યો હતો. પુરુષો અને મહિલાઓના વર્ગમાં કુલ 90-90 ખેલાડીઓના ક્વોટા આપવામાં આવ્યા છે, જેથી બધી 12 ટીમો 15-15 સભ્યોની ટીમ જાહેર કરી શકે.

Tags :
Cricket scheduleindiaindia newsOlympicsSportssports news
Advertisement
Next Article
Advertisement