For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બેંગલુરુની દુર્ઘટનાથી ક્રિકેટ જગતના દિગ્ગજો આઘાતમય

10:44 AM Jun 05, 2025 IST | Bhumika
બેંગલુરુની દુર્ઘટનાથી ક્રિકેટ જગતના દિગ્ગજો આઘાતમય

વિરાટ કોહલી, સચિન તેંડુલકર, હરભજન સિંહ, અનિલ કુંબલે સહિતનાએ સંવેદના વ્યક્ત કરી

Advertisement

બેંગ્લુરુમાં જે વખતે IPL ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની વિક્ટ્રી પરેડ ચાલી રહી હતી તે દરમિયાન 11 ફેન્સે જીવ ગુમાવ્યા. આ ઘટના પર વિરાટ કોહલીએ કહ્યું કે તે ખૂબ જ દુ:ખી અને નિશબ્દ છે. ક્રિકેટ જગતના અન્ય ધુરંધરોએ પણ દુ:ખ વ્યકત કર્યું છે.રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે અમે દુર્ઘટનાથી ખૂબ જ દુ:ખી છીએ, જેમાં બપોરે ટીમના પહોંચવા પર બેંગ્લુરુમાં ફેન્સ એક જગ્યા પર એકઠાં થયા હતા.

દરેકની સલામતી અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કરે છે અને અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી છે. આ ઘટનાની જાણ થતાં જ, અમે તાત્કાલિક અમારા શેડ્યુલમાં ફેરફાર કર્યો અને સ્થાનિક વહીવટીતંત્રના માર્ગદર્શન અને સલાહનું પાલન કર્યું. અમે અમારા બધા સમર્થકોને સુરક્ષિત રહેવા વિનંતી કરીએ છીએ.

Advertisement

RCB ભલે IPL ચેમ્પિયન બની ગયું હોય, પરંતુ બેંગ્લુરુમાં બનેલી દુ:ખદ ઘટનાએ દિગ્ગજ ખેલાડીઓના દિલ તોડી નાખ્યા. સચિન તેંડુલકર, અનિલ કુંબલે, હરભજન સિંહ જેવા ખેલાડીઓએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું. સચિને એક્સ પર લખ્યું છે કે બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જે થયું, તે એક અકલ્પનીય દુર્ઘટના છે. મારું દિલ દરેક અસરગ્રસ્ત પરિવાર સાથે છે. હું દરેકને શાંતિ અને શક્તિની કામના કરું છું.

અનિલ કુંબલેએ આ ઘટના પર કહ્યું કે ક્રિકેટ માટે દુ:ખદ દિવસ! RCBની જીતનો જશ્ન મનાવતી વખતે જેમને પોતાનો જીવ ગુમાવ્યો તેમના પરિવારો માટે મારું દિલ રડે છે. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.

હરભજન સિંહે લખ્યું છે કે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડના હૃદયદ્રાવક સમાચાર, જેમાં અનેક ક્રિકેટ ફેન્સના જીવ ગુમાવ્યા અને ઘણા ઘાયલ થયા, તેને તે રમતની ભાવના પર કાળો પડછાયો નાખ્યો છે, જે લાખો લોકોને એક કરે છે. આ દુ:ખદ ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો અને પ્રિયજનો પ્રત્યે હું મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. આ મુશ્કેલ સમયમાં હું તેમની સાથે એકતામાં ઉભો છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.

Advertisement
Tags :
Advertisement
Advertisement