For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એશિયા કપની જાહેરાતનું કાઉન્ટ ડાઉન શરૂ, કોલંબોમાં બેઠકનો પ્રારંભ

11:05 AM Jul 17, 2025 IST | Bhumika
એશિયા કપની જાહેરાતનું કાઉન્ટ ડાઉન શરૂ  કોલંબોમાં બેઠકનો પ્રારંભ

BCCI, PCBના વરિષ્ઠ અધિકારીઓની હાજરી

Advertisement

ચાહકો એશિયા કપ 2025 ટુર્નામેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધી આ ટુર્નામેન્ટ ક્યારે અને ક્યાં રમાશે તે અંગે કોઈ પુષ્ટિ થઈ નથી? જોકે, હવે આ અંગે એક મોટી અપડેટ સામે આવી છે. ICC એન્યુઅલ જનરલ મિટિંગ 17 થી 20 જુલાઈ દરમિયાન કોલંબોમાં યોજાવાની છે, જ્યાં BCCI અને PCB ના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં સત્તાવાર રીતે હાજરી આપશે.

એશિયા કપના તમામ નિર્ણયો એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા લેવાના છે પરંતુ એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ સિઝનનો નિર્ણય BCCI અને PCB દ્વારા લેવામાં આવશે.

Advertisement

થોડા દિવસો પહેલા સુધી BCCI એ પુષ્ટિ કરી ન હતી કે ટીમ ઈન્ડિયા એશિયા કપ 2025માં પાકિસ્તાન સામે મેચ રમશે. વાસ્તવમાં બોર્ડ પોતે ભારત સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યું હતું, પરંતુ હવે સ્પોર્ટ્સ મંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં જાહેરાત કરી છે કે ટીમ ઈન્ડિયા આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે મેચ રમશે.
ભારતના સ્પોર્ટ્સ મંત્રીની આ જાહેરાત સાથે, એશિયા કપનું આયોજન કરતી સમિતિ એક મોટા નુકસાનમાંથી બચી ગઈ છે, જે અત્યાર સુધી ઘણા નાણાકીય દબાણ હેઠળ હતી. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચથી ACC સૌથી વધુ કમાણી કરશે. અહેવાલો અનુસાર, અગાઉ BCCI માંથી કોઈ પણ 24 જુલાઈએ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં યોજાનારી ACC બેઠકમાં હાજરી આપી રહ્યું ન હતું, પરંતુ હવે ભારત સરકારની પરવાનગી મળ્યા બાદ, એશિયા કપ અંગે ટૂંક સમયમાં મોટી જાહેરાત કરવામાં આવી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement