For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહિલા બોક્સરની પુરુષ સામે મેચ, પેરિસ ઓલિમ્પિકમાં સર્જાયો વિવાદ

12:36 PM Aug 02, 2024 IST | admin
મહિલા બોક્સરની પુરુષ સામે મેચ  પેરિસ ઓલિમ્પિકમાં સર્જાયો વિવાદ

મહિલા બોક્સરની પુરુષ સામે મેચ, પેરિસ ઓલિમ્પિકમાં સર્જાયો વિવાદઅલ્જેરિયાની બોક્સર ઇમાન ખેલીફ લિંગ ટ્રેસ્ટમાં ફેલ થઇ હતી

Advertisement

ગુરુવારે પેરિસ ઓલિમ્પિક 2024ની બોક્સિંગ મેચમાં એક મોટો વિવાદ થયો હતો. એક મહિલા બોક્સર માત્ર 46 સેક્ધડ બાદ રડતા રડતા મેચમાંથી ખસી ગઇ હતી. ઈટાલીની એન્જેલા કારિનીએ માત્ર રડતા રડતા જ મેચ છોડી ન હતી પરંતુ વિરોધી બોક્સર સાથે હાથ મિલાવવાની પણ ના પાડી દીધી હતી. આ સાથે પેરિસ ગેમ્સમાં લિંગ ટેસ્ટિંગનો વિવાદ ઉભો થયો હતો. આ મામલો અલ્જેરિયાની બોક્સર ઈમાન ખેલીફ સાથે જોડાયેલો છે, જે ગયા વર્ષે લિંગ ટેસ્ટમાં ફેલ થઇ ગઇ હતી.ગુરુવારે પેરિસ ઓલિમ્પિકમાં અલ્જીરિયાની ઈમાન ખેલીફે અને ઈટાલીની એન્જેલા કારિની વચ્ચે બોક્સિંગ મેચ રમાઇ હતી.

66 કિગ્રા વર્ગની આ મેચ એક મિનિટ પણ ન ચાલી, પરંતુ તેની વિશ્વભરમાં ચર્ચા થઇ રહી છે. એન્જેલા કારિનીએ 46 સેક્ધડ સુધી બોક્સિંગ કર્યા બાદ મેચમાંથી ખસી ગઈ હતી. આ સાથે ઈમાન ખેલીફને વિજેતા જાહેર કરવામાં આવી અને તે પેરિસ ઓલિમ્પિકના આગામી રાઉન્ડમાં પહોંચી ગઈ હતી.ઈમાન ખેલીફે 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં લિંગ ટેસ્ટમાં ફેલ થઈ હતી.

Advertisement

આ પછી તેને અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. હવે પેરિસ ઓલિમ્પિકમાં ઈમાન ખલીફેની હાજરી અને સ્પર્ધાએ રમત જગતમાં નવા વિવાદને જન્મ આપ્યો છે.એન્જેલા કારિની અને ઈમાન ખેલીફે વચ્ચેની મેચ એક મિનિટ પણ ચાલી નહોતી. આ પછી એન્જેલા કારિનીએ ખેલીફ સાથે હાથ મિલાવવાની પણ ના પાડી દીધી અને બહાર જતા પહેલા તે રિંગમાં રડી પડી હતી.

ઈમાન ખેલીફ એક એમેચ્યોર બોક્સર છે. ગયા વર્ષની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેને ગોલ્ડ મેડલની મેચ પહેલા પઅયોગ્યથ જાહેર કરવામાં આવી હતી. તપાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેના ટેસ્ટોસ્ટેરોનનું સ્તર એલિવેટેડ હતું. હવે ઈમાન ખેલીફ સામે એન્જેલાના ઓલિમ્પિકમાંથી ખસી ગયા બાદ સોશિયલ મીડિયા પર સવાલો ઉઠી રહ્યા છે કે શા માટે રિંગમાં મહિલાની સામે પુરુષને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement