રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ચેતેશ્ર્વર પૂજારાની એન્ટ્રી, હિન્દીમાં કોમેન્ટ્રી આપશે

05:27 PM Nov 18, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી 22 નવેમ્બરથી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂૂઆત થઈ રહી છે. ત્યારે તે પહેલા આ સિરીઝ માટે ચેતેશ્વર પુજારાને નવી જવાબદારી મળી ગઈ છે. ચેતેશ્વર પુજારા કોમેન્ટ્રી કરતો જોવા મળશે. પૂજારાને ટીમ ઈન્ડિયાને સ્કવોર્ડમાં સ્થાન મળ્યું નથી. ત્યારે આ વખતે તે હિંદી કોમેન્ટ્રીથી પોતાનો જલવો બતાવશે.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સિરીઝના ઓફિશિયલ બ્રોડકાસ્ટર ચેનલ 7 દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, તેના ભારતીય અધિકાર ધારકો સ્ટાર સ્પોર્ટ્સ સાથે પાર્ટનરશીપમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયનોને હિન્દી કોમેન્ટ્રી ફીડ આપશે. આ હિંદી ફીડ ચેનલ 7ના અનેક પ્લેટફોર્મમાંથી એક 7પ્લસ પર મળશે.બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ચેતેશ્વર પુજારાનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. પુજારાએ 2018/19 સિરીઝમાં મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. ત્યારે તેને ચાર મેચની સિરીઝમાં 521 રન બનાવ્યા હતા. જ્યારે 2020-21ની સિરીઝમાં પણ પુજારાએ 271 રન બનાવ્યા હતા.

Tags :
Border Gavaskar TrophyCheteshwar Pujaraindiaindia newssports news
Advertisement
Next Article
Advertisement