રિષભ પંતને પંજાબ કિંગ્સે 29 કરોડમાં ખરીદ્યો
રોયલ ચેલેન્જર્સે કે.એલ. રાહુલના 20 કરોડ આપ્યા, શ્રીકાંતની મોક ઓકશન
આઇપીએલ 2025ની મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે જેદ્દાહમાં યોજાશે. આ પહેલા ઘણી મોક ઓક્શન થઈ રહી છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી કૃષ્ણમચારી શ્રીકાંતે પણ મોક ઓક્શન કરાવ્યું હતું. આમાં રિષભ પંતને બેઝ પ્રાઈસ કરતા અનેકગણી વધુ કિંમત મળી છે. પંતને પંજાબ કિંગ્સે 29 કરોડ રૂૂપિયામાં ખરીદ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે જોસ બટલર પર મોટો દાવ લગાવ્યો હતો. અર્શદીપ સિંહને પણ મોટી રકમ મળી હતી. શ્રીકાંતે તેની યુટ્યુબ ચેનલ પર એક મોક ઓક્શન કર્યું હતું. આમાં રિષભ પંત સૌથી મોંઘો હતો. પંજાબે તેને ખરીદ્યો.
રિષભ પંતને દિલ્હી કેપિટલ્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો. જોસ બટલરની વાત કરીએ તો રાજસ્થાને તેને જાળવી રાખ્યો નથી. મેગા ઓક્શનમાં બટલર અને પંતને મોટી રકમ મળી શકે છે. જોકે, તેને ખરીદવામાં કઈ ટીમ સફળ થશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ આ બંને ખેલાડીઓ મોક ઓક્શનમાં ખૂબ ઊંચા ભાવે વેચાયા હતા. બટલરને 15.50 કરોડમાં ખરીદ્યો હતો. મોક ઓક્શનમાં ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ શમી કરતાં વધુ મોંઘા વેચાયો હતો. અર્શદીપ સિંહને ચેન્નાઈ સુપર કિંગ્સે 13 કરોડ રૂૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે શમીને ગુજરાત ટાઇટન્સે 11 કરોડ રૂૂપિયામાં ખરીદ્યો હતો. ગુજરાતે આ વખતે શમીને જાળવી રાખ્યો નથી. શમી ઈજાના કારણે બહાર હતો. પરંતુ હવે તે મેદાનમાં પરત ફર્યો છે. તેણે તાજેતરની ડોમેસ્ટિક મેચમાં ઘાતક બોલિંગ કરી હતી. શ્રેયસ ઐયરને શ્રીકાંતની મોક ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો હતો. તેને 16 કરોડ રૂૂપિયા મળ્યા. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાહુલ પર દાવ લગાવ્યો હતો. આરસીબીએ કેએલ રાહુલને 20 કરોડ રૂૂપિયામાં ખરીદ્યો હતો.