For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ પાંચ-પાંચ વાર બન્યા છે IPL વિજેતા

02:06 PM Jun 03, 2025 IST | Bhumika
ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ પાંચ પાંચ વાર બન્યા છે ipl વિજેતા

Advertisement

આ વખતે આપણને નવી IPL ચેમ્પિયન ટીમ મળશે તે નક્કી છે, કારણ કે 2008 થી રમી રહેલી પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, હજુ સુધી કોઈ IPL ટાઇટલ જીતી શક્યા નથી. બંને ટીમો આજે મંગળવારના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ફાઇનલ રમશે. અહીં તમને 2008 થી અત્યાર સુધી દરેક સિઝનમાં કઈ ટીમ ચેમ્પિયન બની છે અને કઈ રનર-અપ રહી છે તેની માહિતી આપવામાં આવી છે.

મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સંયુક્ત રીતે આઈપીએલમાં સૌથી વધુ ટ્રોફી જીતનાર ટીમો છે. બંનેએ 5-5 ટ્રોફી જીતી છે, પરંતુ આઈપીએલ 2025 ના ફાઇનલમાં પ્રવેશ કર્યો નથી. ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે હતી અને પ્લેઓફ રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની હતી. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે ચોથા સ્થાને રહીને પ્લેઓફમાં પ્રવેશ કર્યો હતો અને એલિમિનેટરમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. જોકે, ક્વોલિફાયર-2 માં તેઓ પંજાબ કિંગ્સ સામે હારી ગયા હતા.

Advertisement

IPLમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એવોર્ડ જીતવાનો રેકોર્ડ સુનીલ નારાયણના નામે છે. તેમણે કુલ 3 વખત (2012, 2018 અને 2014) આ એવોર્ડ જીત્યો છે.

ચેન્નઈ સુપર કિંગ્સ એવી ટીમ છે જેણે સૌથી વધુ IPL ફાઇનલ રમી છે. તેઓએ કુલ 10 ફાઇનલ રમી છે, જેમાંથી તેઓ 5 જીતી છે અને એટલી જ વાર હાર્યા છે. મુંબઈ ઇન્ડિયન્સ 6 વખત IPL ફાઇનલમાં પહોંચી છે, જેમાંથી તેઓ ફક્ત 1 વખત હાર્યા છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લો IPL 2025 પહેલા RCB કુલ 3 વખત IPL ફાઇનલમાં પહોંચ્યું છે પરંતુ ક્યારેય ટ્રોફી જીતી શક્યું નથી. RCB 2009, 2011 અને 2016 માં ફાઇનલમાં પહોંચ્યું હતું જયારે પંજાબ કિંગ્સ IPL 2025 પહેલા પંજાબ ફક્ત એક જ વાર IPL ફાઇનલમાં પહોંચ્યું હતું 2014 માં તેઓ ઊંઊંછ સામે ફાઇનલમાં હારી ગયા હતા. ત્યારથી આ પહેલી વાર છે જ્યારે આ ટીમ ફાઇનલ રમશે.

IPLની દરેક સિઝનમાં રનર-અપ

2008: ચેન્નાઈ સુપર કિંગ્સ
2009: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
2010: મુંબઈ ઈન્ડિયન્સ
2011: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
2012: ચેન્નાઈ સુપર કિંગ્સ
2013: ચેન્નાઈ સુપર કિંગ્સ
2014: પંજાબ કિંગ્સ
2015: ચેન્નાઈ સુપર કિંગ્સ
2016: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
2017: રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ
2018: સનરાઇઝર્સ હૈદરાબાદ
2019: ચેન્નાઈ સુપર કિંગ્સ
2020: દિલ્હી કેપિટલ્સ
2021: કોલકાતા નાઈટ રાઇડર્સ
2022: રાજસ્થાન રોયલ્સ
2023: ગુજરાત ટાઇટન્સ
2024: સનરાઇઝર્સ હૈદરાબાદ

Advertisement
Tags :
Advertisement
Advertisement