એક જ મેચમાં 779 રન, બે સદી અને પાંચ અડધી સદી છતાં સૌથી મોટો સ્કોર ચેઝ
બંગાળ મહિલા ક્રિકેટ ટીમે મહિલા સિનિયર વન ડે ટ્રોફીમાં એક અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. ટીમે હરિયાણા સામેની મેચમાં 390 રનનો વિશાળ લક્ષ્યાંક હાંસલ કરીને ઇતિહાસ રચી દીધો છે. આ મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાઈ હતી.પ્રથમ બેટિંગ કરતા હરિયાણાની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 389 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.હરિયાણા તરફથી કેપ્ટન શેફાલી વર્માએ 115 બોલમાં 197 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેમાં 22 ચોગ્ગા અને 11 છગ્ગાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રીમા સિસોદિયા અને સોનિયા મેંધિયાએ પણ અડધી સદી ફટકારી હતી.
જવાબમાં બંગાળની ટીમે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. ઓપનિંગ બેટ્સમેન ધારા ગુર્જર અને સસ્તી મંડલે અનુક્રમે 69 રન અને 52 રન બનાવ્યા હતા. તનુશ્રી સરકારે 113 રનની શાનદાર સદી ફટકારી હતી. પ્રિયંકા બાલા અંત સુધી ક્રિઝ પર રહી હતી અને ટીમને 5 વિકેટે વિજય અપાવ્યો હતો. બંગાળે માત્ર 5 વિકેટ ગુમાવીને અને 5 બોલ બાકી રહેતા આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
આ મહિલા ઘઉઈં ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ સફળતાપૂર્વક પીછો કરવામાં આવેલો સ્કોર છે. આ પહેલા આ રેકોર્ડ નોર્ધન ડિસ્ટ્રિક્ટના નામે હતો, જેણે 2019માં ન્યૂઝીલેન્ડ ડોમેસ્ટિક ક્રિકેટમાં કેન્ટરબરી સામે 309 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં ઘઉઈં મેચમાં સૌથી વધુ સ્કોરનો પીછો કરવાનો રેકોર્ડ શ્રીલંકાના નામે છે, જેણે આ વર્ષે દક્ષિણ આફ્રિકા દ્વારા આપવામાં આવેલા 305 રનના લક્ષ્યાંકને હાંસલ કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમે આ વર્ષે દક્ષિણ આફ્રિકા સામે 305 રનનો પીછો કરીને એક રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલી લિસ્ટ-એ મેચ છે જેમાં બંને ટીમોએ મળીને 750થી વધુ રન બનાવ્યા છે. અગાઉ 2017 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાની મેચમાં કુલ 678 રન બનાવ્યા હતા.