For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ સામેની મેચના સ્થળમાં ફેરફાર

12:16 PM Aug 14, 2024 IST | admin
બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ સામેની મેચના સ્થળમાં ફેરફાર

BCCIએ ટીમ ઈન્ડિયાના શેડ્યૂલમાં ફેરફાર કર્યો, 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ શ્રેણીનો પ્રારંભ

Advertisement

ભારત વિ.બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણી શેડ્યૂલ
પ્રથમ ટેસ્ટ મેચ: 19 થી 23 સપ્ટેમ્બર, સવારે 9.30 વાગ્યે, ચેન્નાઈ
બીજી ટેસ્ટ મેચ: 27 સપ્ટે.થી 1 ઓક્ટોબર, સવારે 9.30 વાગ્યે, કાનપુર
ભારત વિ. બાંગ્લાદેશ ઝ20 શ્રેણી શેડ્યૂલ
પ્રથમ ટી20 મેચ - 6 ઓક્ટોબર, સાંજે 7.00 વાગ્યે, ગ્વાલિયર
બીજી ટી20 મેચ - 9 ઓક્ટોબર, સાંજે 7.00, દિલ્હી
ત્રીજી ટી20 મેચ - 12 ઓક્ટોબર, સાંજે 7.00, હૈદરાબાદ

BCCI એ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ અને બીજી ઝ20ઈં મેચ માટે સ્થળની અદલાબદલીની પણ જાહેરાત કરી હતી. ચેન્નાઈ, જ્યાં પ્રથમ ઝ20 મેચ યોજાવાની હતી, હવે બીજી મેચની યજમાની કરશે જ્યારે કોલકાતા પ્રથમ ઝ20 મેચની યજમાની કરશે. પ્રથમ ઝ20 મેચ (22 જાન્યુઆરી 2025) અને બીજી ઝ20 મેચ (25 જાન્યુઆરી 2025)ની તારીખો યથાવત રહેશે.

Advertisement

કોલકાતા પોલીસની અપીલ બાદ આ ફેરફાર કરવામાં આવ્યો છે. BCCIએ બાંગ્લાદેશ સામે રમાનાર T20 મેચનું સ્થળ પણ બદલી નાખ્યું છે. ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે ટેસ્ટ અને ટી20 સિરીઝ રમશે. જ્યારે ઈંગ્લેન્ડની સામે વનડે મેચ અને ટી20 સિરીઝ રમાશે. બીસીસીઆઈ દ્વારા આ તમામ મેચને લઈ તેનું રિવાઈઝ્ડ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. બીસીસીઆઈએ એક્સ પર પોસ્ટ કરી આ અંગે જાણકારી આપી છે.

ઈંગ્લેન્ડની ટીમ નવા વર્ષમાં ભારતનો પ્રવાસ કરશે, જે 22 જાન્યુઆરીથી શરૂૂ થશે. આ પ્રવાસમાં 5 ઝ20ઈં મેચ અને 3 મેચની ઘઉઈં સિરીઝ રમાશે. આ પ્રવાસ 12 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. ભારતીય ટીમ હાલમાં લાંબા વિરામ પર છે. ટીમ ઈન્ડિયાની 19 સપ્ટેમ્બર પહેલા કોઈ ઈન્ટરનેશનલ મેચ નથી. ભારત મહેમાન બાંગ્લાદેશ સામેની 2 મેચની ટેસ્ટ શ્રેણીમાંથી મેદાનમાં વાપસી કરશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement