રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ચેમ્પિયન ટ્રોફીનું આયોજન પાર્ટનરશિપ ફોર્મ્યુલા?

10:57 AM Dec 03, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

હાઇબ્રિડ મોડેલ સામે ઙઈઇના વિરોધથી ICCનું નવું ગતકડું

પાકિસ્તામાં આગતા વર્ષમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે. હવે તેમાં ત્રણ મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે, પરંતુ શેડ્યૂલ જાહેર થઈ શક્યું નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ પાકિસ્તાનમાં પોતાની ટીમ મોકલવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી છે. તેમણે સુરક્ષા કારણોનો હવાલો આપીને આ નિર્ણય લીધો છે. ત્યારબાદથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ઈન્ટરનેશન ક્રિકેટ કાઉન્સિલ પરેશાન છે.

હવે એવું લાગે છે કે, ICC, BCCI અને PCB ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો મુદ્દો ઉકેલવાની નજીક છે. ભારતના નિર્ણય બાદ ICCએ ઙઈઇને હાઇબ્રિડ મોડલનો પ્રસ્તાવ મૂક્યો છે. પીસીબીએ શરૂૂઆતમાં તેને અપનાવવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ હવે લાગે છે કે તે સંમત થઈ ગયું છે. ટુર્નામેન્ટની વ્યવસ્થાઓને અંતિમ રૂૂપ આપવા માટે મર્યાદિત સમય સાથે ICCએ આગળની સ્થિતિથી બચવા માટે એક નવી પાર્ટનરશિપ ફોર્મ્યુલા સાથે પગલા ભર્યા છે.
ઙઈઇએ શરૂૂઆતમાં ભારતના હાઇબ્રિડ મોડલના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. જો આ મોડલ સાથે ટૂર્નામેન્ટ યોજાશે તો ભારત તેની મેચ યુએઈમાં રમશે અને બાકીની મેચો પાકિસ્તાનમાં રમાશે. અસંમતિને કારણે ICCએ ઉકેલ મેળવવા માટે ઉચ્ચ સ્તરીય બોર્ડની બેઠક બોલાવી હતી. જો કે, બેઠક કોઈપણ નિરાકરણ વિના સમાપ્ત થઈ ગઈ હતી, જેના કારણે ટૂર્નામેન્ટનું ભવિષ્યને લઈ ચિંતા વધી ગઈ.

હાઇબ્રિડ મોડલ પર મતદાન પ્રક્રિયાથી બચવા માટે ICC એ એક નવી ફોર્મ્યુલા તૈયાર કરી છે જેનો હેતુ ભારત અને પાકિસ્તાન બન્નેના હિતોને સંતુલિત કરવાનો છે. જો હાઇબ્રિડ મોડલ પર વોટિંગ થાય છે, તો તેનાથી ક્રિકેટ બોર્ડને એકબીજાની સામે જોવા મળશે. પાર્ટનરશિપ ફોર્મ્યુલા હેઠળ ભારત અને પાકિસ્તાન આગામી ત્રણ વર્ષ સુધી ICC ટૂર્નામેન્ટ દરમિયાન એકબીજાના દેશોમાં મેચ રમશે નહીં. આ જોગવાઈ ઔપચારિક રીતે બન્ને દેશોના હોસ્ટિંગ કરારોમાં ઉમેરવામાં આવશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનાર મેચ દુબઈમાં શિફ્ટ કરવામાં આવશે. આ સુરક્ષા અને રાજકીય ચિંતાઓને દૂર કરીને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ભાગીદારી સુનિશ્ચિત કરશે. આમાં તે મેચો પણ સામેલ હશે જે ભારતીય ટીમ પાકિસ્તાનમાં નહીં રમી શકે. આ મેચો સેમી ફાઈનલ કે ફાઈનલ હોઈ શકે છે. ICCએ આ વ્યવસ્થાને હાઇબ્રિડ મોડલ કહેવાનું ટાળવાની યોજના બનાવી છે. તેને એક અલગ ઓળખ આપવા અને વિવાદ ઘટાડવા માટે એક નવું નામ રજૂ કરવામાં આવ્યું છે. ICC મતદાન પ્રક્રિયા જરૂૂરી બને તે પહેલા સમજૂતી પર પહોંચવાની આશા રાખે છે. જો ફોર્મ્યુલાને આખરી ઓપ આપવામાં આવે છે, તો ICC, BCCI અને PCBવચ્ચે સર્વસંમતિ સધાય પછી તેની વિગતો બોર્ડના અન્ય સભ્યોને જણાવવામાં આવશે.

Tags :
Champion Trophyindiaindia newsSports
Advertisement
Next Article
Advertisement