For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વર્લ્ડ નંબર-1 સિનરને હરાવી કાર્લોસ અલ્કારેઝે સતત બીજી વખત જીતી ફ્રેન્ચ ઓપન

10:59 AM Jun 09, 2025 IST | Bhumika
વર્લ્ડ નંબર 1 સિનરને હરાવી કાર્લોસ અલ્કારેઝે સતત બીજી વખત જીતી ફ્રેન્ચ ઓપન

ફ્રેન્ચ ઓપનના ઇતિહાસમાં સૌથી લાંબી 5 કલાક 29 મિનિટની ફાઇનલ રમાઇ

Advertisement

સ્પેનના વિશ્વ નંબર-2 ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝે ફ્રેન્ચ ઓપન 2025માં મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીત્યું હતું. 8 જૂન (રવિવાર) ના રોજ ફિલિપ ચેટરિયર કોર્ટ પર રમાયેલી ફાઇનલમાં કાર્લોસ અલ્કારાઝે વિશ્વ નંબર-1 જૈનિક સિનરને 4-6, 6-7 (4), 6-4, 7-6 (3), 7-6 (2) થી હરાવ્યું હતું. અલ્કારાઝે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપનમાં પુરુષ સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. ઇટાલીના સિનરનું ફ્રેન્ચ ઓપન જીતવાનું સ્વપ્ન આ વર્ષે પૂર્ણ થઈ શક્યું નથી. સિનર પહેલીવાર ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પહોંચ્યો હતો.કાર્લોસ અલ્કારાઝ અને જૈનિક સિનર વચ્ચેની આ ફાઇનલ 5 કલાક અને 29 મિનિટ સુધી ચાલી હતી. આ ફ્રેન્ચ ઓપનના ઇતિહાસમાં સૌથી લાંબી ફાઇનલ હતી. આ 22 વર્ષીય કાર્લોસ અલ્કારાઝના કારકિર્દીનો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ હતો. અલ્કારાઝે અત્યાર સુધીમાં બે વિમ્બલ્ડન (2023, 2024), બે ફ્રેન્ચ ઓપન (2024, 2025) અને એક યુએસ ઓપન (2022) ટાઇટલ જીત્યા છે.

આ ફાઇનલ મેચમાં જૈનિક સિનરે પહેલો સેટ 6-4થી જીત્યો હતો. પહેલા સેટમાં બીજી ગેમ સુધી સિનર આગળ હતો, પરંતુ પછી તેણે કેટલીક ભૂલો કરી અને અલ્કારાઝે આગળ નીકળી ગયો. જોકે, સિનરે ઝડપી વાપસી કરી અને અંતે સેટ જીતી લીધો હતો. આ પછી બીજો સેટ પણ સિનર પાસે ગયો. બીજો સેટ ટાઇ બ્રેકર દ્વારા નક્કી થયો. સિનરે પિનપોઇન્ટ ક્રોસ-કોર્ટ ફોરહેન્ડ મુક્ત કર્યો અને ટાઇબ્રેકમાં પહેલો પોઇન્ટ લીધો હતો. સિનરે બીજો સેટ ટાઇબ્રેક દ્વારા 7-4થી જીત્યો હતો. બીજા સેટમાં એક સમયે 3-0થી પાછળ રહ્યા બાદ અલ્કારાઝે વાપસી કરી અને બીજો સેટ એક સમયે 4-2થી પાછળ રહ્યો હતો. પરંતુ પછી સિનરે બતાવ્યું કે તે નંબર-1 કેમ છે અને તેણે 5-2 થી સ્કોર બનાવ્યો હતો. પરંતુ પછી અલ્કારાઝે વાપસી કરી અને એક સમયે સ્કોર 5-5 સુધી પહોંચી ગયો. જોકે, સિનરે તેને 6-5 સુધી પહોંચાડ્યો અને સેટનો નિર્ણય આખરે ટાઇબ્રેકર દ્વારા લેવામાં આવ્યો હતો.
આ પછી અલ્કારાઝે ત્રીજા સેટમાં અદ્ભુત રમત બતાવી હતી.

Advertisement

અલ્કારાઝે ત્રીજો સેટ જીત્યો હતો. અલ્કારાઝે ત્રીજો સેટ 6-4 થી જીત્યો હતો. આ પછી અલ્કારાઝે સતત લીડ જાળવી રાખી હતી. અલ્કારાઝે ચોથા સેટમાં પણ પોતાની તાકાત બતાવી હતી. જ્યારે સિનર તેની ટાઇટલ જીતથી માત્ર એક સેટ દૂર હતો, ત્યારે અલ્કારાઝે ત્રીજો અને ચોથો સેટ પણ જીત્યો હતો. અલ્કારાઝે ચોથો સેટ 7-6 થી જીત્યો હતો. આ પછી પાંચમા સેટમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. પાંચમો સેટ પણ એક સમયે 6-6 થી બરાબર હતો, તેથી આ છેલ્લો સેટ સુપર ટાઇબ્રેકમાં રમાયો જેમાં અલ્કારાઝે 10-2 થી જીત મેળવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement