રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વિમ્બલ્ડનમાં કાર્લોસ અલ્કારાઝનો તરખાટ, નોવાક જોકોવિચને હરાવી ચોથો ગ્રાન્ડ સ્લેમ જીત્યો

12:45 PM Jul 15, 2024 IST | admin
Advertisement

ટેનિસ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડન 2024ની ફાઇનલ મેચ રવિવાર (14 જુલાઈ)ના રોજ રમાઈ, જેમાં 21 વર્ષીય સ્પેનિશ કાર્લોસ અલ્કારાઝે તોફાની પ્રદર્શન કરતા ઇતિહાસ રચ્યો છે. તેમણે ફાઇનલમાં સર્બિયાના સ્ટાર ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચને સીધા સેટમાં 6-2, 6-2, 7-6થી કારમી હાર આપીને ઇતિહાસ રચ્યો છે.
36 વર્ષના જોકોવિચ જો ફાઇનલ મેચ જીત્યા હોત તો તેઓ ઇતિહાસ રચત. પરંતુ તેમણે આ તક ગુમાવી દીધી. આ જીત સાથે જ જોકોવિચ પાસે ટેનિસ ઇતિહાસમાં સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ (મહિલા પુરુષ) જીતનાર ખેલાડી બનવાની તક હતી, પરંતુ અલ્કારાઝે તેમનું સ્વપ્ન તોડી નાખ્યું છે.

Advertisement

જોકોવિચ આ મામલે પૂર્વ ઓસ્ટ્રેલિયન મહિલા સ્ટાર માર્ગરેટ કોર્ટનો રેકોર્ડ તોડી દેશે. માર્ગરેટે 24 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીત્યા હતા, પરંતુ તેમાંથી 13 ટાઇટલ ઓપન એરા પહેલા આવ્યા હતા. ટેનિસમાં ઓપન એરાની શરૂૂઆત 1968માં થઈ હતી. જોકોવિચની ટેનિસ કારકિર્દીની આ 37મી ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ફાઇનલ હતી, જે ઓપન યુગમાં કોઈપણ ખેલાડી દ્વારા સૌથી વધુ છે. તેઓ સ્વિટ્ઝરલેન્ડના દિગ્ગજ ખેલાડી રોજર ફેડરર અને સ્પેનિશ સ્ટાર રાફેલ નડાલને ઘણા પાછળ છોડી ચૂક્યા છે.

આમ તો કાર્લોસ અલ્કારાઝને હરાવવો જોકોવિચ માટે સરળ નહીં રહેવાનો હતો. અલ્કારાઝ આ પહેલા 3 વખત ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં પહોંચ્યા હતા અને જીત પણ મેળવી હતી. એટલે કે અત્યાર સુધી ફાઇનલમાં હાર્યા નથી. 21 વર્ષના અલ્કારાઝ ત્રણેય પ્રકારના કોર્ટ ઘાસ, ક્લે અને હાર્ડ કોર્ટ પર ગ્રાન્ડસ્લેમ ટ્રોફી જીતનાર સૌથી યુવા ખેલાડી છે. અલ્કારાઝે પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ 2022માં યુએસ ઓપન ટાઇટલ જીત્યું હતું. ત્યારબાદ 2023માં વિમ્બલ્ડન ટાઇટલ પણ પોતાના નામે કર્યું હતું. અલ્કારાઝે ત્રીજો ટાઇટલ આ જ વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યો છે.

સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ (પુરુષ સિંગલ્સ)
37 નોવાક જોકોવિચ
31 રોજર ફેડરર
30 રાફેલ નડાલ
19 ઇવાન લેન્ડલ
18 પીટ સમ્પ્રાસ

Tags :
Tenniswinnwerworldworldnews
Advertisement
Next Article
Advertisement