રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સ્લો ઓવર રેટ માટે કેપ્ટન પર પ્રતિબંધ નહીં લાગે

10:42 AM Mar 21, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

કાલથી IPL ના પ્રારંભ પહેલાં કેપ્ટન અને મેનેજર્સની ખાસ મીટિંગમાં નવા નિયમો લાગુ

Advertisement

 

IPL 2025ની શરૂૂઆતથી 48 કલાક પહેલા BCCI એ મુંબઈમાં તમામ કેપ્ટન્સને ભેગા કર્યા હતા. આ મહત્વની મિટિંગમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેટલાક નવા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો, તો કેટલાક નવા નિયમો લાગુ પણ કરવામાં આવ્યા. આમાંથી એક નિયમ કેપ્ટન પર પ્રતિબંધ સાથે પણ જોડાયેલો છે. હવે કેપ્ટન પર ઓવર-રેટ માટે મેચમાં પ્રતિબંધ લગાવવામાં આવશે નહીં.

BCCI હેડ ક્વાર્ટરમાં ગુરુવારે યોજાયેલી કેપ્ટન અને મેનેજર્સની ખાસ મિટિંગમાં તમામ 10 ફ્રેન્ચાઈઝીને આ સૂચના આપવામાં આવી હતી. તે અંતર્ગત સ્લો ઓવર રેટના દોષી કેપ્ટન માટે મેચમાં પ્રતિબંધ લગાવાશે નહીં, પરંતુ આઈસીસી આધારે તેને ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવશે. આ પોઈન્ટ ત્રણ વર્ષ માટે માન્ય રહેશે. માત્ર સ્પેશિયલ કેસમાં જ પ્રતિબંધ લગાવવામાં આવશે.

ક્રિકબજના રિપોર્ટ અનુસાર કેપ્ટન્સને ડિમેરિટ પોઈન્ટ સાથે દંડ કરવામાં આવશે, પરંતુ સ્લો ઓવર-રેટ માટે મેચ પ્રતિબંધ લાગશે નહીં. લેવલ 1ના અપરાધ પર 25 થી 75 ટકા મેચ ફી સાથે ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવશે, જ્યારે લેવલ 2ના ગંભીર અપરાધ પર ચાર ડિમેરિટ પોઈન્ટ મળશે. દરેક 4 ડિમેરિટ પોઈન્ટ જમા થવા પર મેચ રેફરી 100 ટકા દંડ કે વધારાના ડિમેરિટ પોઈન્ટના રૂૂપે દંડ મળી શકે છે, જેનાથી ભવિષ્યમાં મેચ પર પ્રતિબંધ લાગી શકે છે.

IPL માં સ્લો ઓવર-રેટના કારણે કેટલાક કેપ્ટન્સ પર મેચ પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. ગત સિઝનમાં ઋષભ પંતને સ્લો ઓવર-રેટના કારણે એક મહત્વપૂર્ણ મેચ છોડવી પડી હતી, જ્યારે હાર્દિક પંડ્યા ગત સિઝનમાં સ્લો ઓવર-રેટના ગુન્હામાં આઈપીએલ 2025ની શરૂૂઆતની મેચ રમી શકશે નહીં.

Tags :
indiaindia newsIPLslow over rateSportssports news
Advertisement
Advertisement