રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

IPL-2025ની 10 ટીમોના કેપ્ટન જાહેર, 5 ટીમમાં નવા સુકાની

11:03 AM Mar 15, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

પેટ કમિન્સ એકમાત્ર વિદેશી કેપ્ટન, હાર્દિક પંડ્યા પ્રથમ મેચમાં નહીં રમી શકે

ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનનું બ્યુગલ વાગી ગયું છે. આગામી સિઝન માટે તમામ ટીમોએ તૈયારી કરી લીધી છે. આ સીઝન એટલે કે આઇપીએલ 2025માં કુલ પાંચ ટીમો નવા કેપ્ટન સાથે પ્રવેશ કરશે. હવે તમામ 10 ટીમોના કેપ્ટન ક્ધફર્મ થઈ ગયા છે. દિલ્હી કેપિટલ્સે શુક્રવારે સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે.

આ સાથે તમામ 10 ટીમોના કેપ્ટન ક્ધફર્મ થઈ ગયા. દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ નવા કેપ્ટન સાથે આઈપીએલ 2025માં પ્રવેશ કરશે. દિલ્હીએ અક્ષર પટેલને, લખનૌની કમાન ઋષભ પંતને, પંજાબ કિંગ્સે શ્રેયસ અય્યરને, આરસીબીએ રજત પાટીદારને અને કેકેઆરની કમાન અજિંક્ય રહાણેને આપી છે.

IPL 2025 22 માર્ચથી શરૂૂ થશે. આ વખતે તમામ મેચો 13 શહેરોમાં રમાશે. IPL 2025ની પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. IPLની પ્રથમ મેચ 22 માર્ચે સાંજે 7.30 વાગ્યે રમાશે. મેચની ટોસ 7 વાગે થશે. આ વખતે છઈઇએ રજત પાટીદારને કેપ્ટન્સી સોંપી છે, જ્યારે KKRની કમાન વરિષ્ઠ ખેલાડી અજિંક્ય રહાણેના હાથમાં છે.

હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ માટે પ્રથમ મેચ રમતા જોવા મળશે નહીં. ગત સિઝનમાં ધીમી ઓવર રેટના કારણે હાર્દિક પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હાર્દિકની જગ્યાએ સૂર્યકુમાર યાદવ ચેન્નાઈ સામે ટીમનું સુકાન સંભાળતા જોવા મળી શકે છે. સૂર્યા ઈન્સ્ટન્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન પણ છે.

મુંબઈ ઈન્ડિયન્સની બોટને સફર કરવાની જવાબદારી રોહિત શર્મા પર રહેશે. હિટમેન ઇનિંગ્સની શરૂૂઆત કરતો જોવા મળશે અને તેને દક્ષિણ આફ્રિકાના ઉભરતા બેટ્સમેન રેયાન રિકલ્ટન દ્વારા ટેકો મળી શકે છે. ત્રીજા નંબર પર કોણ બેટિંગ કરવા આવે છે તે જોવાનું રસપ્રદ રહેશે, સૂર્યકુમાર યાદવ કે તિલક વર્મા. આ બેટિંગ પોઝિશન પર તિલકનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ સૂર્યાને ચોથા નંબર પર રમી શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સમાંથી 11 રમી શકે છે રોહિત શર્મા, રેયાન રિકલ્ટન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), નમન ધીર, વિલ જેક્સ, મિશેલ સેન્ટનર, રોબિન મિનેસ, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, કર્ણ શર્મા.

5 ટીમોએ બદલ્યા કેપ્ટન
IPL 2025 પહેલા, લખનૌ સુપર જાયન્ટ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સે નવા કેપ્ટનની નિમણૂક કરી છે. દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ અક્ષર પટેલના હાથમાં રહેશે. જયારે રિષભ પંત લખનૌ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ સંભાળશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પણ આ વખતે રજત પાટીદાર પર વિશ્વાસ દર્શાવ્યો છે. બીજી તરફ, પંજાબ કિંગ્સે શ્રેયસ ઐયર પર અને કોલકાતા નાઈટ રાઇડર્સે અજિંક્ય રહાણે પર દાવ લગાવ્યો છે.

 

10 ટીમોના કેપ્ટનોની યાદી
1- દિલ્હી કેપિટલ્સ - અક્ષર પટેલ
2- સનરાઇઝર્સ હૈદરાબાદ - પેટ કમિન્સ
3- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - રજત પાટીદાર
4- રાજસ્થાન રોયલ્સ - સંજુ સેમસન
5- પંજાબ કિંગ્સ - શ્રેયસ અય્યર
6- લખનૌ સુપર જાયન્ટ્સ - ઋષભ પંત
7- મુંબઈ ઈન્ડિયન્સ - હાર્દિક પંડ્યા
8- કોલકાતા નાઈટ રાઈડર્સ - અજિંક્ય રહાણે
9- ગુજરાત ટાઇટન્સ - શુભમન ગિલ
10- ચેન્નાઈ સુપર કિંગ્સ - રિતુરત ગાયકવાડ

Tags :
indiaindia newsIPLIPL 2025Sportssports news
Advertisement
Next Article
Advertisement