બુમરાહને પથારીમાંથી ઉભા થવાની પણ મનાઈ, ચેમ્પિયન ટ્રોફીમાં નહીં રમી શકે
બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલેન્સમાં મોકલવામાં આવશે
જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા વિરૂૂદ્ધ ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 32 વિકેટ ઝડપી હતી, પરંતુ હવે આ ખેલાડી માટે પોતાના પગ પર ઉભા રહેવું મુશ્કેલ બની ગયું છે. ડોક્ટરે બુમરાહને બેડ રેસ્ટની સલાહ આપી છે.
આ ખેલાડીને મેદાન પર ઉભા રહેવાની અને એકલા જવાની પણ મનાઈ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, ડોક્ટરોએ જસપ્રીત બુમરાહને સંપૂર્ણ બેડ રેસ્ટ માટે કહ્યું છે. જસપ્રીત બુમરાહ સિડની ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેની પીઠના નીચેના ભાગમાં સોજો હતો અને હવે તે લાંબા સમય સુધી મેદાનની બહાર રહેશે તે નિશ્ચિત માનવામાં આવે છે.
તેને આવતા અઠવાડિયે બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સેલન્સ મોકલવામાં આવી શકે છે. ડોક્ટરોએ બુમરાહને સ્વસ્થ થવા માટે ઘરે બેડ રેસ્ટ કરવાનું કહ્યું છે. જ્યારે તેની પીઠના નીચેના ભાગમાં સોજો ઓછો થશે ત્યારે તેની સારવાર કેવી રીતે કરવામાં આવશે તે અંગે આગળનો નિર્ણય લેવામાં આવશે.
હવે બુમરાહ માટે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવું અશક્ય માનવામાં આવે છે. BCCI પણ બુમરાહને જલ્દી ટીમમાં કમબેક કરાવવાની ઉતાવળમાં નથી. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ રામજી શ્રીનિવાસને કહ્યું કે બુમરાહની પીઠમાં સોજો સ્નાયુઓ અને ડિસ્ક બંનેને કારણે થઈ શકે છે. તેથી, બુમરાહના વાપસીનો સમય તે મુજબ બદલાઈ શકે છે. બુમરાહની વાપસી માટે ટ્રીટમેન્ટમાં કોઈ ઉતાવળ નહીં થાય, કારણ કે આગામી સમયમાં IPL છે અને પછી ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ છે. જો કે હવે બુમરાહ માટે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવું મુશ્કેલ લાગી રહ્યું છે.