400 રનનો બ્રાયન લારાનો રેકોર્ડ અકબંધ, વિઆને દાવ ડિકલેર ર્ક્યો
દ. આફ્રિકાના કેપ્ટનનો આશ્ર્ચર્યજનક નિર્ણય
પહેલીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023-25નો ખિતાબ જીતનાર દક્ષિણ આફ્રિકાની ટીમ હવે ઝિમ્બાબ્વે સામે બે ટેસ્ટ મેચની સીરીઝ જીતવાની નજીક છે. પહેલી ઇનિંગમાં શાનદાર વિજય નોંધાવ્યા બાદ, તેણે બીજી ટેસ્ટ મેચમાં પણ પોતાની પકડ મજબૂત કરી લીધી છે. આ દરમિયાન, દક્ષિણ આફ્રિકાના કેપ્ટન વિઆન મુલ્ડરે ડ્રેસિંગ રૂૂમમાં એક ચોંકાવનારો નિર્ણય લઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.
તેના નિર્ણયને કારણે બ્રાયન લારાનો 21 વર્ષ જૂનો રેકોર્ડ તોડી શકાયો નહીં. મુલ્ડર બીજી ટેસ્ટ મેચમાં 400 રન બનાવવા ખૂબ નજીક હતો, પરંતુ પછી તેણે ઇનિંગ ડિકલેર કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.
ઝિમ્બાબ્વે સામેની બીજી ટેસ્ટ મેચમાં, દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટે 626 રન પર પોતાનો પહેલો દાવ ડિકલેર કર્યો. કેપ્ટન વિઆન મુલ્ડર 367 રન બનાવીને અણનમ પાછો ફર્યો. વિઆન મુલ્ડર જે રીતે રમી રહ્યો હતો, તે જોતાં એવું લાગતું હતું કે તે બ્રાયન લારાનો ટેસ્ટ ક્રિકેટમાં 400 રનનો રેકોર્ડ તોડી નાખશે, પરંતુ લંચ દરમિયાન જ મુલ્ડરે એક આશ્ચર્યજનક નિર્ણય લીધો. તેણે દક્ષિણ આફ્રિકાનો પહેલો દાવ ડિકલેર કર્યો.
વિઆન મુલ્ડરે 334 બોલમાં 49 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 367 રનની અણનમ ઇનિંગ રમી હતી. બ્રાયન લારાએ 2004માં ઇંગ્લેન્ડ સામે અણનમ 400 રન બનાવ્યા હતા. આજ સુધી કોઈ તેમનો રેકોર્ડ તોડી શક્યું નથી. આ પહેલા મુલ્ડરે પહેલી ટેસ્ટ મેચમાં પણ શાનદાર સદી ફટકારી હતી.