ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બોપન્ના-બાલાજીની જોડી પ્રથમ રાઉન્ડમાં જ બહાર

12:52 PM Jul 29, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

ટેનિસ મેન્સ ડબલ્સમાં ફ્રાંસ સામે હાર

Advertisement

રોહન બોપન્ના અને એન.શ્રીરામ બાલાજીની ભારતીય જોડીને ટેનિસ મેન્સ ડબલ્સ ઈવેન્ટના પ્રથમ રાઉન્ડમાં જ મોટો આંચકો લાગ્યો હતો. ફ્રાન્સની ગેલ મોનફિલ્સ અને એડૌર્ડ રોજર વેસલિનની જોડીએ ભારતીય જોડીને 5-7, 6-2થી હરાવ્યા હતા. આ સાથે ભારતીય જોડી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. આ જીત સાથે ફ્રાન્સની જોડી બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. આ બંને ખેલાડીઓ વચ્ચેનો બીજો મુકાબલો હતો. નાગલે મૌટેટને હરાવ્યો હતો જ્યારે તેઓ છેલ્લે એપ્રિલમાં મોરોક્કોમાં અઝઙ 250 ક્લે કોર્ટ ટુર્નામેન્ટમાં એકબીજાનો સામનો કર્યો હતો.

ડબલ્સ મેચમાં પહેલો બ્રેક પાંચમી ગેમમાં મોનફિલ્સ-એડૌર્ડને મળ્યો હતો, ફ્રાન્સની ટીમે બીજા સેટમાં પોતાની આક્રમક રમત યથાવત રાખી હતી અને આ મેચમાં ફેબિયન રેબૌલ એડૌર્ડ રોજર-વાસેલિન સાથે જોડી બનાવવાના હતા, પરંતુ રેબૌલની ઈજાને કારણે ગેલ મોનફિલ્સને તેની જગ્યાએ મેદાનમાં ઉતરવું પડ્યું હતું. આ વર્ષની શરૂૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ ડબલ્સ ટાઈટલ જીતનાર બોપન્નાએ સમર ઓલિમ્પિકમાં ત્રીજી વખત ભાગ લીધો હતો જ્યારે તેના સાથી બાલાજીએ ડેબ્યૂ કર્યું હતું. 44 વર્ષની ઉંમરે બોપન્ના પેરિસ 2024માં સૌથી વૃદ્ધ ભારતીય એથ્લીટ હતા.

Tags :
bopannabalajiindiaindia newssportsnewws
Advertisement
Advertisement