રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

17 વર્ષના વનવાસ બાદ ચેપોકમાં બેંગાલુરુનો રોયલ વિજય

10:41 AM Mar 29, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ચેન્નાઇ સુપર કિંગ્સને 50 રને હરાવી, ફિલ સોલ્ટે 16 બોલમાં 5 ચોગ્ગા, એક છગ્ગો ફટકારી 32 રન બનાવ્યા

Advertisement

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની મેચ નંબર-8માં ચેન્નઈ સુપર કિંગ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપૌક), ચેન્નઈમાં હતી. મેચમાં RCBની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી. બેંગલુરુએ 7 વિકેટે ગુમાવી નિર્ધારિત 20 ઓવરમાં 196 રન ફટકાર્યા હતા. જેમાં સૌથી વધુ કેપ્ટન રજત પાટીદારના 51 રન આરસીબીએ ચેન્નઈને જીતવા માટે 197 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ચેન્નઈ માત્ર 146 રન જ બનાવી શકી હતી. આ મેચ RCBએ 50 રનથી જીતી લીધી હતી.

RCBએ 17 વર્ષ પછી ચેન્નાઈ સુપર કિંગ્સને તેના હોમ ગ્રાઉન્ડ ચેપોકમાં હરાવ્યું છે. આરસીબીએ અગાઉ આઈપીએલની પહેલી સીઝન (2008)માં આ મેદાન પર સીએસકેને હરાવ્યું હતું. ચેન્નાઈએ પોતાની પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને ચાર વિકેટથી હરાવ્યું હતું. બીજી તરફ, આરસીબીએ શરૂૂઆતની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)ને સાત વિકેટથી હરાવ્યું.

લક્ષ્યનો પીછો કરતી વખતે, ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી. CSKએ ત્રણ વિકેટ ગુમાવી દીધી. પહેલા, જોશ હેઝલવુડે બીજી ઓવરમાં બે વિકેટ લીધી. તે ઓવરમાં, હેઝલવુડે રાહુલ ત્રિપાઠી (5) અને કેપ્ટન રુતુરાજ ગાયકવાડ (0) ની વિકેટ લીધી. ત્યારબાદ ભુવનેશ્વર કુમારે દીપક હુડા (4) ને આઉટ કર્યો. સેમ કરન પણ આઠ રન બનાવીને લિયામ લિવિંગસ્ટોનના બોલ પર આઉટ થયો હતો, જેના કારણે CSKનો સ્કોર ચાર વિકેટે 52 રન સુધી પહોંચી ગયો હતો.

ઇંગ્લિશ બેટ્સમેન ફિલ સોલ્ટે RCBને તોફાની શરૂૂઆત અપાવી હતી. સોલ્ટે વિરાટ કોહલી સાથે મળીને પ્રથમ વિકેટ માટે 45 રન જોડ્યા હતા. સોલ્ટની વિકેટ નૂર અહેમદે લીધી હતી, જેને વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીએ અંગ્રેજ બેટ્સમેનને સ્ટમ્પ કરાવ્યો હતો. સોલ્ટે 16 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 32 રન બનાવ્યા હતા. દેવદત્ત પડિકલ (27)એ પણ કેટલાક શાનદાર શોટ રમ્યા હતા, પરંતુ અનુભવી આર. અશ્વિને તેની ઇનિંગ્સનો અંત લાવ્યો હતો.

21મી માર્ચે ન્યારી ડેમ રોડ પર 18 વર્ષીય એક્ટિવાચાલક યુવકને પૂરપાટ આવતી કારે ટક્કર મારી ફંગોળી નાખ્યો હતો. જેની હાલત હજુ સુધી ગંભીર છે

ધોનીનું અદ્ભુત સ્ટમ્પિંગ, 0.10 સેક્ધડમાં સોલ્ટને પેવેલિયનમાં મોકલ્યો
આઈપીએલ 2025ની 8મી મેચમાં એમએસ ધોનીએ ફિલ સોલ્ટને ઝડપી સ્ટમ્પિંગ કરીને પેવેલિયન મોકલ્યો હતો. આ સ્ટમ્પિંગ માટે તેને લગભગ 0.10 સેક્ધડનો સમય લાગ્યો, આ કામ ફક્ત ધોની જ કરી શકે છે. આ સ્ટમ્પિંગ જોઈને બીજા છેડે ઊભેલો વિરાટ કોહલી પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. નૂર અહેમદના આ બોલ પર ફિલ સોલ્ટ ઓફ સાઈડમાં મોટો શોટ મારવા માંગતો હતો, પરંતુ તે આઉટ થયો. સોલ્ટનો પગ લગભગ ક્રિઝની ઉપર હતો, તે તેને અંદર મૂકવા માંગતો હતો પરંતુ આ દરમિયાન ધોનીએ સ્ટમ્પ ઉડાવી દિધી. એમએસ ધોનીએ આ સ્ટમ્પિંગ વિજળીની ઝડપે લગભગ 0.10 સેક્ધડમાં કર્યું હતું. છેલ્લી મેચમાં પણ તેણે સૂર્યકુમાર યાદવને આવી જ સ્ટમ્પિંગ કરીને આઉટ કર્યો હતો, તે સમયે પણ બોલર નૂર અહેમદ હતો.

આઇપીએલમાં 3000 રન, 100 વિકેટનો જાડેજાનો રેકોર્ડ
ભલે ચેન્નાઈ સુપર કિંગ્સને આરસીબી સામે હારનો સામનો કરવો પડ્યો હોય, રવિન્દ્ર જાડેજાએ ચેપોકના મેદાન પર ઇતિહાસ રચ્યો છે. જાડેજા આઈપીએલના ઇતિહાસમાં આ લીગમાં 3 હજાર રન બનાવનાર અને 100 વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બન્યો છે. જાડેજાએ આરસીબી સામેની 25 રનની ઇનિંગમાં આ ખાસ સિદ્ધિ મેળવી. જોકે, જાડેજાનો બોલિંગમાં દિવસ સારો રહ્યો નહીં કારણ કે તેણે 3 ઓવરમાં 37 રન આપ્યા અને એક પણ વિકેટ મળી નહીં. રવિન્દ્ર જાડેજાએ આઇપીએલમાં ઇતિહાસ રચ્યો છે. આરસીબી સામે રમાયેલી મેચમાં જાડેજાએ 25 રન બનાવીને શાનદાર સિદ્ધિ મેળવી છે. જાડેજા ઈન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં આ લીગમાં 100 વિકેટ લેનાર અને 3000 રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે. 19 બોલનો સામનો કરતા, જડ્ડુએ બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 25 રન બનાવ્યા. જોકે, જાડેજા બોલિંગમાં આજે કંઈ ખાસ કરી શક્યો નહીં અને તેણે પોતાના 3 ઓવરના સ્પેલમાં 37 રન આપ્યા.

Tags :
indiaindia newsIPLIPL 2025Sportssports news
Advertisement
Advertisement