For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બેંગલુરુ ટેસ્ટ, ન્યૂઝીલેન્ડ 402 રનમાં ઓલઆઉટ, રચિન રવિન્દ્રની સદી

04:42 PM Oct 18, 2024 IST | Bhumika
બેંગલુરુ ટેસ્ટ  ન્યૂઝીલેન્ડ 402 રનમાં ઓલઆઉટ  રચિન રવિન્દ્રની સદી
Advertisement

બેંગલુરુ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે પ્રથમ દાવમાં 402 રનનો વિશાળ સ્કોર બનાવ્યો છે. ભારતનો પ્રથમ દાવ માત્ર 46 રનમાં સમેટાઈ ગયો હતો, તેથી પ્રથમ દાવમાં ન્યૂઝીલેન્ડની કુલ લીડ 356 રન થઈ ગઈ હતી. કોઈપણ ટીમનો સૌથી મોટો હીરો રચિન રવિન્દ્ર હતો, જેણે 134 રન બનાવીને પોતાની ટેસ્ટ કારકિર્દીની બીજી સદી ફટકારી હતી. તેના સિવાય ટિમ સાઉદી અને ડેવોન કોનવેએ પણ અડધી સદી ફટકારીને મુલાકાતી ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

બેંગલુરુ ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદના કારણે ધોવાઈ ગયો હતો, જેના કારણે ટોસ પણ થઈ શક્યો ન હતો. બીજા દિવસે ટોસ જીત્યા બાદ ભારતે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે ભારતીય ટીમ પર ભારે પડ્યો હતો અને સમગ્ર ભારતીય ટીમ 46 રનમાં સમેટાઈ ગઈ હતી અને બીજા દિવસની રમતના અંતે ન્યૂઝીલેન્ડે 3 વિકેટનું નુકશાને 180 રન બનાવી લીધા હતા.

Advertisement

કિવી ટીમે ત્રીજા દિવસે 180/3થી શરૂૂઆત કરી હતી. દિવસની રમત શરૂૂ થયાની થોડી ઓવર પછી મોહમ્મદ સિરાજે ડેરીલ મિશેલને આઉટ કર્યો હતો. તે પછી નિયમિત અંતરે વિકેટો પડતી રહી, જેના કારણે ન્યૂઝીલેન્ડનો સ્કોર 7 વિકેટે 233 રન થઈ ગયો. રચિન રવિન્દ્રએ 124 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી અને ટિમ સાઉદી સાથે 137 રનની શાનદાર ભાગીદારી કરી હતી. રવિન્દ્ર અને સાઉદીએ મળીને ટીમનો સ્કોર 350 રનની પાર પહોંચાડ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement