For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓવર રેટ મામલે ICCના નિયમો સામે સવાલ ઉઠાવ્યા બેન સ્ટોક્સે

11:00 AM Jul 24, 2025 IST | Bhumika
ઓવર રેટ મામલે iccના નિયમો સામે સવાલ ઉઠાવ્યા બેન સ્ટોક્સે

સ્પિનરને સીમરના ઓવર કરતા ઓછો સમય લાગે છે

Advertisement

લોર્ડ્સ ટેસ્ટમાં વિજય બાદ ICCએ ઇંગ્લેન્ડની ટીમને ધીમા ઓવર રેટ માટે દંડ ફટકાર્યો અને મેચ ફીના 10 ટકા દંડ ફટકારવાની સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના 2 પોઈન્ટ પણ કાપ્યા. ઇંગ્લેન્ડની ટીમને પોઈન્ટ ટેબલમાં પણ નુકસાન સહન કરવું પડ્યું. હવે ટોચ પર આવવા માટે ઇંગ્લેન્ડને ચોથી ટેસ્ટમાં ભારતને ફરીથી હરાવવું પડશે.
સ્ટોક્સે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ઓવર રેટ એવી વસ્તુ નથી જેની હું ચિંતા કરું છું, પરંતુ તેનો અર્થ એ નથી કે હું જાણી જોઈને વસ્તુઓ ધીમી કરું છું. પરંતુ, મને ખરેખર લાગે છે કે તેના પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂૂર છે. એશિયામાં જ્યાં 70 ટકા ઓવર સ્પિન બોલિંગ દ્વારા નાખવામાં આવે છે, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં સમાન નિયમો લાગુ કરી શકાતા નથી.

બેન સ્ટોક્સે પેસર્સ અને સ્પિનરોની તુલના કરતી વખતે સમજાવ્યું કે આ નિયમ કેમ બદલવાની જરૂૂર છે. તેણે આ મુદ્દા પર આગળ કહ્યું, પઅહીં 70-80 ટકા ઓવર ઝડપી બોલરો દ્વારા નાખવામાં આવે છે. સ્પિનરને ઓવરમાં સીમરના ઓવર કરતાં ઓછો સમય લાગે છે. તેથી તમારે વિવિધ ખંડોમાં ઓવર રેટ સમય બદલવાનું વિચારવું જોઈએ.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement