ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

BCCIએ પણ દેશના કાયદાનું પાલન કરવું પડશે

10:55 AM Jul 23, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

સંસદમાં બિલ રજૂ, બોર્ડની રચના કરવામાં આવશે જે ભંડોળ પુરું પાડશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પણ રાષ્ટ્રીય રમત પ્રશાસન બિલનો ભાગ હશે. આજે બુધવારના રોજ સંસદમાં રજૂ કરવામાં આવશે. રમત મંત્રાલયના એક સૂત્રએ જણાવ્યું હતું કે તમામ રાષ્ટ્રીય ફેડરેશનની જેમ, BCCI પણ આ બિલમાં સામેલ થશે.બિલ કાયદો બન્યા પછી, બધા રાષ્ટ્રીય ફેડરેશનોની જેમ, બીસીસીઆઈએ પણ દેશના કાયદાઓનું પાલન કરવું પડશે.

2028 માં લોસ એન્જલસમાં યોજાનારી ઓલિમ્પિક રમતોમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આમ બીસીસીઆઈ પહેલાથી જ ઓલિમ્પિકનો ભાગ બની ગયું છે. રમતગમત વહીવટ બિલનો હેતુ સમયસર ચૂંટણીઓ, વહીવટી જવાબદારી અને ખેલાડીઓના કલ્યાણ માટે એક મજબૂત રમતગમત માળખું બનાવવાનો છે.

રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં કહ્યું હતું કે આ બિલ દેશના રમતગમત પ્રશાસકો માટે વધુ જવાબદારી સુનિશ્ચિત કરવા તરફ એક મોટું પગલું છે. આ અંતર્ગત, એક બોર્ડની રચના કરવામાં આવશે, જેને રાષ્ટ્રીય રમતગમત ફેડરેશન (ગજઇ) ને માન્યતા આપવા અને તેમને ભંડોળ પૂરું પાડવાનો અધિકાર હશે. તે બધું તેના પર નિર્ભર રહેશે કે તેઓ તેની સાથે જોડાયેલ શરતોનું કેટલું પાલન કરે છે. આ બોર્ડ એ પણ સુનિશ્ચિત કરશે કે રમતગમત ફેડરેશન ઉચ્ચતમ શાસન, નાણાકીય અને નૈતિક ધોરણોનું પાલન કરે.

આ બિલમાં, વહીવટકર્તાઓની વય મર્યાદાના જટિલ મુદ્દા પર થોડી છૂટછાટ આપવામાં આવશે. આમાં, 70 થી 75 વર્ષની વયના લોકોને ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી છે જો સંબંધિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તેના પર કોઈ વાંધો ઉઠાવે નહીં. ગજઇ માં એક ચેરમેન હશે અને તેના સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. તેની પસંદગી સમિતિમાં કેબિનેટ સચિવ અથવા રમત સચિવને ચેરમેન તરીકે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડિરેક્ટર જનરલ, બે રમત પ્રશાસકો (જેમણે કોઈપણ રાષ્ટ્રીય રમત સંગઠનના પ્રમુખ, મહાસચિવ અથવા ખજાનચી તરીકે કામ કર્યું છે) અને એક પ્રતિષ્ઠિત ખેલાડીનો સમાવેશ થશે જેણે પોતાની કારકિર્દીમાં દ્રોણાચાર્ય, ખેલ રત્ન અથવા અર્જુન એવોર્ડ જીત્યો છે. તમને જણાવી દઈએ કે BCCI પ્રમુખ રોજર બિન્ની 70 વર્ષના થઈ ગયા છે. આ બિલ રજૂ થતાં, તેઓ 75 વર્ષની ઉંમર સુધી તેમના પદ પર રહી શકે છે. એટલે કે, તેઓ BCCI પ્રમુખ પદ પર વધુ 5 વર્ષ સુધી રહી શકે છે.

 

Tags :
BCCIindiaindia newsSportssports news
Advertisement
Next Article
Advertisement