For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ODIમાં રમવાના રોહિત શર્માના નિર્ણયથી BCCI અજાણ!!

10:46 AM Jun 10, 2025 IST | Bhumika
odiમાં રમવાના રોહિત શર્માના નિર્ણયથી bcci અજાણ

ચેમ્પિયન ટ્રોફી બાદ ODIને પણ અલવિદા કહેશે તેવી ઇઈઈઈંની માન્યતા હતી

Advertisement

ભારતીય ક્રિકેટ અત્યારે એક અનોખા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. છેલ્લા દોઢ દાયકાથી ટીમ ઈન્ડિયાનો બોજ પોતાના ખભા પર ઉઠાવનારા દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી-20 અને ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. હવે ચાહકો તેમને ફક્ત ODI (વન ડે ઇન્ટરનેશનલ) મેચોમાં જ રમતા જોઈ શકશે. જોકે, 2027 ના વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમને ઘણી ODI મેચ રમવાની જરૂૂર નથી, તેથી વિરાટ અને રોહિત ખૂબ ઓછી મેચોમાં રમતા જોવા મળશે.

Advertisement

આ દરમિયાન, રોહિતની ODI નિવૃત્તિ અંગે એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. હિન્દુસ્તાન ટાઈમ્સને ટાંકીને, BCCI ના એક સૂત્રએ જણાવ્યું છે કે બોર્ડને એવી અપેક્ષા હતી કે રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી ODI ફોર્મેટને પણ અલવિદા કહી દેશે. સૂત્રએ જણાવ્યું હતું કે, સત્ય એ છે કે બોર્ડમાં ઘણા લોકો એવું માનતા હતા કે ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી રોહિત ODI ફોર્મેટને અલવિદા કહી દેશે. રોહિતે ODI ક્રિકેટમાં તેના ભવિષ્ય વિશે પસંદગીકારો સાથે કોઈ ચર્ચા કરી ન હતી. આ ખુલાસો દર્શાવે છે કે રોહિત શર્માના નિવૃત્તિના નિર્ણયો BCCI ની અપેક્ષાથી વિપરીત રહ્યા છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ટીમ ઇન્ડિયાએ ઐતિહાસિક ટાઇટલ જીત્યું હતું. તે જીત પછી, રોહિત શર્માએ પોતાની નિવૃત્તિ વિશે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, એક બીજી વાત, હું ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નથી. હું નિવૃત્તિ અંગે બધું સ્પષ્ટ કરવા માંગુ છું, જેથી ભવિષ્યમાં કોઈ અફવાઓ ન ઉડે.

Advertisement
Tags :
Advertisement
Advertisement