વિશ્ર્વના સૌથી ધનિક બોર્ડ BCCIની કમાણી 9,741 કરોડ
માત્ર IPL માંથી જ 5 હજાર કરોડથી વધુ કમાણી, વ્યાજમાંથી જ વર્ષે 1000 કરોડ કમાય છે, 30,000 કરોડનું રિઝર્વ ફંડ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડમાંનું એક છે. આંતરરાષ્ટ્રીય મેચ રમવા ઉપરાંત BCCI ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL ) માંથી પણ ઘણી આવક મેળવે છે. તાજેતરમાં બહાર આવેલી માહિતી અનુસાર, BCCI ની 50 ટકાથી વધુ આવક IPL માંથી આવે છે. BCCI એ માહિતી આપી છે કે ગયા નાણાકીય વર્ષ 2023-24 માં, બોર્ડે 9,741 કરોડ રૂૂપિયાની કમાણી કરી હતી. બોર્ડે છેલ્લા બે વર્ષમાં જ આવક વધારીને લગભગ પાંચ હજાર કરોડ કરી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પાસે આવક ઉત્પન્ન કરવાના ઘણા રસ્તાઓ છે. BCCI પાસે ICC ના શેર પણ છે, જે કરોડો રૂૂપિયા લાવે છે. IPL અને WPL માંથી પણ મોટો નફો થાય છે. આ ઉપરાંત, મેચ ટિકિટ વેચાણ અને વ્યાપારી અધિકારો દ્વારા પણ ઘણા પૈસા કમાય છે. BCCIને વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ કહી શકાય.
અહેવાલ મુજબ, 2023-24માં IPL માંથી BCCIએ 5,761 કરોડ રૂૂપિયાની કમાણી કરી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ICCના હિસ્સામાંથી 1,042 કરોડ રૂૂપિયાની અને બોર્ડે રિઝર્વ્ડ અને રોકાણો દ્વારા 987 કરોડ રૂૂપિયાની કમાણી કરી હતી. આ ઉપરાંત, BCCIએ ઠઙકમાંથી પણ 378 કરોડ રૂૂપિયાની કમાણી કરી હતી. જયારે ટિકિટ વેચાણ અને કોર્મશિયલ રાઈટ્સ દ્વારા 361 કરોડ રૂૂપિયાની કમાણી કરી હતી.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 2023-24માં 9,741 કરોડ રૂૂપિયાની કમાણી કરી છે. પાછલા નાણાકીય વર્ષ 2022-23માં, તેણે 6,820 કરોડ રૂૂપિયાની કમાણી કરી હતી. આ દર્શાવે છે કે BCCIએ નાણાકીય વર્ષ 2023-24માં 2,921 કરોડ રૂૂપિયા વધુ કમાણી કરી છે. BCCIએ 2021-22માં 4,230 કરોડ રૂૂપિયાની કમાણી કરી હતી. જો આપણે જોઈએ તો, BCCI એ આ બે વર્ષમાં લગભગ 5,000 કરોડ રૂૂપિયાનો નફો કર્યો છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિશ્વનું સૌથી ધનિક બોર્ડ છે. તેની કમાણીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બોર્ડ દર વર્ષે ફક્ત વ્યાજમાંથી 1000 કરોડ રૂૂપિયા કમાય છે. બોર્ડ પાસે 30000 કરોડ રૂૂપિયાનું રિઝર્વ ફંડ છે, જેમાંથી વ્યાજ આવે છે. બોર્ડે નાણાકીય વર્ષ 2023-24માં 9741.7 કરોડ રૂૂપિયાની રેકોર્ડ આવક નોંધાવી છે, જેમાંથી લગભગ 60 ટકા આવક ફક્ત ઇન્ડિયન પ્રીમિયર લીગમાંથી આવી છે.