For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધીમા ઓવર રેટ બદલ ઋષભ પંતને BCCIએ ફટકાર્યો 30 લાખનો દંડ

05:30 PM May 28, 2025 IST | Bhumika
ધીમા ઓવર રેટ બદલ ઋષભ પંતને bcciએ ફટકાર્યો 30 લાખનો દંડ

બાકીના પ્લેઇંગ ઇલેવન તથા ઇમ્પેકટ પ્લેયરને પણ 12 લાખનો દંડ

Advertisement

2025ના અંતિમ લીગ સ્ટેજ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતે છઈઇ સામે 118 રનની શાનદાર અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગ બાદ તેણે પોતાની ખુશી દર્શાવતા ઉજવણી કરી. જો કે મેચ જીતવા છતા પણ ટીમને મેચમાં મળતી સફળતા મળી નહિ અને બીજી તરફ પંતના માટે ખુશીની ક્ષણ થોડી નારાજગીમાં ફેરવાઈ જ્યારે BCCI દ્વારા તેના પર રૂા.30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો.

આ દંડ કોઈ ઉત્સવી જશને લઈને નહોતો, પરંતુ ધીમા ઓવર રેટને કારણે લાગ્યો. આ આઇપીએલ સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સનો ઓવર રેટ અંગેનો ત્રીજો ગુનો હતો. આઇપીએલની આચારસંહિતાના નિયમો મુજબ, જ્યારે કોઈ ટીમ વારંવાર ઓવર રેટ નિયમોનું ઉલ્લંઘન કરે છે, ત્યારે કપ્તાનને વધુ કડક દંડ ભોગવવો પડે છે. તેથી ઋષભ પંતને રૂા.30 લાખનો દંડ કરવામાં આવ્યો છે. કેવળ પંત નહીં, પણ બાકીના પ્લેઇંગ ઇલેવન તેમજ ઇમ્પેક્ટ પ્લેયરને પણ રૂા.12 લાખ અથવા તેમની મેચ ફીના 50% જેટલો દંડ ફટકારાયો છે (જે ઓછું હોય તે મુજબ). આ દંડ નક્કી રીતે ટીમના શિસ્તભંગ માટેની ચેતવણી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement