એશિયા કપમાં ભારત-પાકિસ્તાનના મેચ બાબતનો પ્રશ્ર્ન ટાળતું BCCI
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંવેદનશીલ પ્રશ્ર્ન પૂછાયો હતો
મુંબઈમાં BCCI મુખ્યાલયમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં એશિયા કપ 2025 માટે 15 સભ્યોની ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને ટી-20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ હાજર હતા. આ દરમિયાન એક એવી ઘટના બની જેણે બધાનું ધ્યાન ખેંચ્યું. મીડિયા સાથેની વાતચીત દરમિયાન, BCCI મીડિયા મેનેજરને દરમિયાનગીરી કરવી પડી અને એક સંવેદનશીલ મુદ્દા પર પ્રશ્નો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા.
એશિયા કપ 2025 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન UAEમાં રમાશે, જેમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે. બંને ટીમો 14 સપ્ટેમ્બરે દુબઈમાં ટકરાશે, અને પરિણામોના આધારે, તેમની વચ્ચે સુપર 4 અને ફાઈનલમાં પણ મેચ થઈ શકે છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, જ્યારે એક પત્રકારે ભારત-પાકિસ્તાન મેચ વિશે પ્રશ્ન ઉઠાવ્યો, ત્યારે BCCI મીડિયા મેનેજરે તરત જ દરમિયાનગીરી કરી અને અજિત અગરકરને જવાબ આપતા અટકાવ્યા. પત્રકારે પૂછ્યું, આ એશિયા કપને જોતા, 14 તારીખે એક મોટી મેચ છે, ભારત દત પાકિસ્તાન. છેલ્લા બે મહિનામાં બંને દેશો વચ્ચે જે કંઈ બન્યું છે તે બધું ધ્યાનમાં લેતા, તમે તે મેચ કેવી રીતે જોશો? દરમિયાન, BCCI મીડિયા મેનેજરે પ્રશ્ન અટકાવ્યો અને પછી આગળના પ્રશ્ન પર આગળ વધતા પહેલા, મીડિયા મેનેજરે કહ્યું, રાહ જુઓ, એક મિનિટ રાહ જુઓ. જો તમારી પાસે ટીમ પસંદગી અંગે કોઈ પ્રશ્ન હોય, તો તમે પૂછી શકો છો.