બાંગ્લાદેશના શાકિબ અલ હસનનો જીવ જોખમમાં, ફેરવેલ મેચ નહીં રમે
શાકિબને હસીના સરકારનો સમર્થક માનવામાં આવે છે
દક્ષિણ આફ્રિકાની ટીમ બે મેચની ટેસ્ટ શ્રેણી રમવા બાંગ્લાદેશ આવી છે. આ ટેસ્ટ સિરીઝ 21 ઓક્ટોબરથી શરૂૂ થવા જઈ રહી છે. આ માટે બંને ટીમોની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. બાંગ્લાદેશની ટીમ પાસે અનુભવી ખેલાડી શાકિબ અલ હસન પણ છે. માનવામાં આવે છે કે આ શાકિબની છેલ્લી મેચ હશે. પરંતુ શાકિબ અલ હસન આ મેચમાં નહીં રમી શકે. કહેવામાં આવી રહ્યું છે કે આ મેચમાં શાકિબનો જીવ જોખમમાં આવી શકે છે.
શાકિબ અલ હસન બુધવારે રાત્રે દુબઈ પહોંચી ગયો હતો.
પરંતુ સુરક્ષાના કારણોસર તેને બાંગ્લાદેશ જતો અટકાવી દેવામાં આવ્યો છે. વાસ્તવમાં બાંગ્લાદેશમાં વડાપ્રધાન શેખ હસીનાની સરકાર વિરૂૂદ્ધ તાજેતરના હિંસક વિરોધ પ્રદર્શનોમાં પણ શાકિબનું નામ સામે આવ્યું છે. આ સમય દરમિયાન, તેની વિરુદ્ધ ઘણા આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે અને એવી આશંકા છે કે જો સાકિબ દેશમાં પાછો ફરશે તો તેની ધરપકડ થઈ શકે છે.
શાકિબ અલ હસન હસીના સરકારના સમર્થક અને બરતરફ સરકારના સભ્ય રહ્યો છે. આ સિવાય તેઓ સાંસદ પણ ચૂંટાયો હતો. જ્યારે તેને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો ત્યારે મીરપુરમાં તેના વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા હતા, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધિકારીઓને ચિંતા છે કે જો શાકિબ આ ટેસ્ટમાં રમે છે અને કોઈ અપ્રિય ઘટના બને છે તો તેની સીધી અસર દેશની છબી પર પડશે.
આ કારણોસર બોર્ડ પણ કોઈપણ પ્રકારનું જોખમ લેવાનું ટાળી રહ્યું છે અને શાકિબનું ફેરવેલ મેચ રમવું હવે શંકાના દાયરામાં છે. આવી સ્થિતિમાં શાકિબની ક્રિકેટ કારકિર્દી વિવાદોમાં ઘેરાયેલી જોવા મળી રહી છે અને તેનું છેલ્લી મેચ રમવાનું સપનું અધૂરું રહી શકે છે.