ભારત સામે T-20 સીરિઝ માટે બાંગ્લાદેશે ત્રણ ખેલાડીઓ ઉમેર્યા
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ હાલમાં ભારતના પ્રવાસે છે, જ્યાં બંને ટીમો વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ કાનપુરમાં રમાઈ રહી છે. આ પછી, બંને ટીમો વચ્ચે 3 મેચન઼ી ટી-20 શ્રેણી રમાશે, જેના માટે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ એ તેની ટીમની જાહેરાત કરી છે.
નઝમુલ હુસૈન શાંતોની કેપ્ટનશીપ હેઠળ 15 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી છે. સ્ટાર ઓલરાઉન્ડ શાકિબ અલ હસનને આમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. તેનું કારણ તેની નિવૃત્તિ છે. શાકિબે હાલમાં જ કહ્યું હતું કે તેણે ટી20 વર્લ્ડ કપ 2024 સાથે આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે.
બાંગ્લાદેશી બોર્ડે ભારતીય ટીમ સામેની આ ટી20 સિરીઝ માટે ત્રણ એવા ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે, જેઓ છેલ્લા એક વર્ષથી ટી20 ટીમની બહાર હતા. આ ત્રણ ખેલાડીઓ છે મેહદી હસન મિરાજ, પરવેઝ હુસૈન ઈમોન અને રકીબુલ હસન.
મેહદી છેલ્લે બાંગ્લાદેશ તરફથી જુલાઈ 2023માં T20 ઈન્ટરનેશનલમાં રમ્યો હતો. આ પછી તે આઉટ થઈ ગયો હતો. જ્યારે ટી-20 વર્લ્ડ કપ 2024માં રમી રહેલી બાંગ્લાદેશની ટીમમાંથી સૌમ્યા સરકારને પડતો મૂકવામાં આવ્યો હતો.
બાંગ્લાદેશ ટીમ
નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તન્ઝીદ હસન તમીમ, પરવેઝ હુસૈન ઈમોન, તૌહીદ હ્રિદોય, મહમુદુલ્લાહ, લિટન દાસ, ઝાકિર અલી, મેહદી હસન મિરાજ, રિશાદ હુસૈન, મુસ્તફિઝુર રહેમાન, તસ્કીન અહેમદ, શોરીફુલ ઈસ્લામ, તન્ઝીમ હસન શાકીબ અને શકીબ હસન.
ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, જીતેશ શર્મા (વિકેટકીપર), અરશદીપ. સિંહ, હર્ષિત રાણા અને મયંક યાદવ.