ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બેડમિન્ટનની સુપર સ્ટાર જોડી, સાયના નેહવાલ-પારૂપલ્લી કશ્યપના છૂટાછેડા

11:18 AM Jul 14, 2025 IST | Bhumika
Advertisement

ભારતની બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ અને તેના પતિ પારુપલ્લી કશ્યપે છૂટાછેડાની જાહેરાત કરી છે. સાઈના નેહવાલે માહિતી આપી છે કે તેણે પરસ્પર સંમતિથી પારુપલ્લી કશ્યપથી અલગ થવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંગે સાયના નેહવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર અપડેટ પણ શેર કર્યું છે. પોતાના નિર્ણય અંગે સાઈના નેહવાલે લખ્યું કે જીવન ક્યારેક આપણને અલગ દિશામાં લઈ જાય છે. ઘણા વિચાર કર્યા પછી કશ્યપ પારુપલ્લી અને મેં અલગ થવાનો નિર્ણય લીધો છે.

Advertisement

સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલે રવિવારે તેના લાંબા સમયના સાથી પારૂૂપલ્લી કશ્યપથી અલગ થવાની જાહેરાત કરી. સાઇનાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક નિવેદન જાહેર કરીને આ અંગે માહિતી આપી છે. સાઇના અને પારૂૂપલ્લીના લગ્ન 7 વર્ષ પહેલા થયા હતા. બંને હૈદરાબાદની પુલેલા ગોપીચંદ બેડમિન્ટન એકેડેમીમાં તાલીમ લેતા હતા અને સાથે આ રમતમાં પ્રગતિ કરતા હતા. લાંબા ગાળાના સંબંધમાં રહ્યા બાદ બંનેએ 2018 માં લગ્ન કર્યા હતા. સાઇના નેહવાલે 2012 માં લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને 2015 માં વર્લ્ડ બેડમિન્ટન રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચીને ઇતિહાસ રચ્યો હતો. તે વિશ્વની નંબર વન શટલર બનનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી હતી.

સાઇના રમતગમતમાં ભારત માટે વર્લ્ડ આઇકોન રહી છે. તે જ સમયે, પારૂૂપલ્લી કશ્યપે 2014 માં ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને વર્લ્ડ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને પહોંચ્યો હતો. તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે સતત સારા પ્રદર્શનથી પોતાની ઓળખ બનાવી હતી.

સાઇના નેહવાલે રવિવારે મોડી રાત્રે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ચોંકાવનારું નિવેદન જાહેર કર્યું. તેણીએ લખ્યું, પજીવન ક્યારેક આપણને અલગ દિશામાં લઈ જાય છે. ઘણો વિચાર કર્યા પછી, કશ્યપ પારુપલ્લી અને મેં અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે અમારા માટે અને એકબીજા માટે શાંતિ, વિકાસ અને રાહત પસંદ કરી રહ્યા છીએ. હું યાદો માટે આભારી છું અને આગળ વધતાં ફક્ત શ્રેષ્ઠની ઇચ્છા રાખું છું. આ સમય દરમિયાન અમારી ગોપનીયતાને સમજવા અને આદર આપવા બદલ આભાર. કશ્યપે હજુ સુધી કોઈ નિવેદન જારી કર્યું નથી.

Tags :
Badminton superstarindiaindia newsSaina Nehwal-Parupalli Kashyap divorceSportssports news
Advertisement
Next Article
Advertisement